About us
About us
Community Organization
At present, the Kawant centre is moving towards a more people-centred approach by encouraging them to come together to address their most immediate needs; water, roads, education and employment. The key to all of these is the correct functioning of the local self-government. The SHGs, (Self Help Groups) therefore, are now functioning as the starting point to preparing the community to claim their rights. They are leading their villages in preparing for and participating in their Gram Sabhas to plan development works in their village.
સામુદાયિક સંસ્થા
હાલમાં, કવાંટ એજ્યુકેશન સોસાયટી લોકોની સૌથી તાત્કાલિક જરૂરિયાતોને (જેવી કે પાણી, રસ્તા, શિક્ષણ અને રોજગાર) વાચા આપવા માટે લોકો સંપર્ક તથા લોક જાગૃતિ થકી લોકોને એક મંચ પર આવવા માટે પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. આ બધા પ્રશ્નોના ઉકેલોની ચાવી એટલે સ્થાનિક સ્વરાજ્યની યોગ્ય કામગીરી. સ્વ સહાય જૂથો હવે સમુદાયને તેમના અધિકારો મેળવવા માટે મુખ્ય કામગીરી કરી રહ્યા છે. આ જૂથો પોતાના ગામના વિકાસ કાર્યોનું આયોજન કરવા માટે ગ્રામસભાઓની યોગ્ય તૈયારી કરાવીને તેમાં ભાગ લેવા માટે પોતે નેતૃત્વ કરી રહ્યા છે.
DON BOSCO
Don Bosco was born in a tiny little village called Becchi in northern Italy, on August 16, 1815. From an early age, he wa drawn toards helping poor children. At the age of 9 he had a dream in which it was revealed to him that his life's mission would be to help poor and disadvantaged youngsters. In 1835 he entered the seminary and supported himself by working as a tailor, blacksmith, shoemaker, carpenter, violinist, acrobat, and magician. All these talents came in handy during his lifetime of working with youngsters, he was ordained a priest on June 5, 1841, and settled down in the city of Turin. On December 8, 1841, he met an orphan Bartolomew Garelli, who became his first pupil. From that day Don Bosco's work grew rapidly and he set up several homes and schools for poor and disadvantaged boys in Italy as well as in other parts of the world. Don Bosco died on January 31, 1888, and was canonized in 1934 as the Apostle of Youth.
સંત જોન બોસ્કોનું જીવન ઝરમર
જોન બોસ્કોનો જન્મ 16 મી ઓગસ્ટ 1815 ના રોજ ઉત્તર ઈટાલીના બેકી નામના એક નાનકડા ગામમાં થયો હતો. નાનપણથી જ ગરીબોને મદદ કરવું તેને ગમતું. 9 વર્ષની ઉંમરે તેને એક સ્વપ્ન આવ્યું જેમઆ તેને પોતાના જીવનનું મિશન ગરીબ અને વંચિત યુવાનોને મદદ કરવાનું સ્પષ્ટ થયું. 1835માં જોન બોસ્કો પુરોહિત બનવાની તાલીમ માટે સેમીનરીમાં જોડાયા સાથે સાથે પોતાને શૈક્ષણિક રીતે સજ્જ કરવા માટે આર્થિક સહયોગ માટે દરજી, લુહાર, મોચી, સુથાર, વાયોલિનવાદક, બજાણિયો, અને જાદુગર જેવા કામમાં જોતરાયા. આ બધી જ કળા તેમને પોતાના જીવન કાળ દરમ્યાન યુવાનોને તાલીમમાં મદદરૂપ બની. 5 જૂન 1841માં તેમણે પુરોહિતદીક્ષા ગ્રહણ કરી અને તેઓ ટ્યુરિન સહેરમાં સ્થાયી થયા. 8 ડીસેમ્બર 1841ના રોજ તેઓ એક અનાથ બારથોલમીઓ ગરેલી નામના બાળકને મળ્યા જે તેમનો પ્રથમ વિધ્યાર્થી બન્યો. આમ તે દિવસથી ડોન બોસ્કોનું કાર્ય ઝડપથી આગળ વધવા માંડ્યું. તેમણે ઈટાલી તેમજ વિશ્વના અન્ય ભાગોમાં ગરીબ અને વંચિત બાળકો અને યુવાનો માટે છાત્રાલયો અને શાળાઓ સ્થાપી. 31 જાન્યુઆરી 1888ના રોજ ડોન બોસ્કો નું અવસાન થયું. અને 1934માં "યુવાનોના પ્રેષિત" ના બિરુદ સાથે માતા ધર્મસભા ધ્વારા સંત ઘોષિત કરવામાં આવ્યા.
The "Salesian Society" is an International Religious Organization within the Catholic Chuch, founded by Don Bosco to serve youngsters, especially those who are poor and disadvantaged. The key characteristics of the members of this Society are:
A special concern for the welfare of young people.
An attitude of loving kindness, optimism and cheerfulness.
A realistic perspective on life coupled with creativiy and flexibility in action.
The use of an educative method called "The Preventive System" which based entirely on reason, religion and loving kindness. A deep trust in God and his loving are for all people.
Presently there are close to 17,000 Salesians working in 128 countries spread out in all the five continents of the globe.
ડોન બોસ્કોના સલેસિયનો
"સલેસિયન સોસાયટી" એ કેથોલિક ધર્મસભામાં એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્થા છે. જેની સ્થાપના ડોન બોસ્કોએ ખાસ કરીને જે યુવાનો ગરીબ અને વંચિત છે તેમની સેવા કરવા માટે કરી છે. આ સંસ્થાની મુખ્ય લાક્ષણિકતાઑ નીચે મુજબ છે:
યુવાનોના કલ્યાણ માટે વિશેષ તકેદારી.
યુવાનો માટે પ્રેમાળ, દયાળુ, આશાવાદ અને ખુશખુશાલીભર્યું વલણ/અભિગમ.
સર્જનાત્મકતા અને કાર્યમાં સુગમતા સાથે જીવન પર એક વાસ્તવિક પરિપ્રેક્ષ્ય.
"ધ પ્રિવેંટિવ સિસ્ટમ" "અગમચેતી પ્રણાલી" નામની શૈક્ષણિક પધ્ધતિનો ઉપયોગ કે જે સંપૂર્ણપણે વિવેકબુધ્ધિ, શ્રધ્ધા અને પ્રેમ પર આધારિત છે. પરમેશ્વર પર ઊંડો ભરોસો અને તેમનો પ્રેમ બધા જ લોકો માટે છે.
હાલમાં, વિશ્વના તમામ પાંચ ખંડોમાં ફેલાયેલા 128 દેશોમાં લગભગ 17,000 થી વધુ સલેસિયનો કામ કરે છે.
The first group of Salesian to come to India landed in Mumbai on January 6, 1906, under the leadership of Fr. George Tomatis. From Bombay they travelled to Thanjavur in South India where the first Salesian Institution in India was established. In 1922 the second group og Salesians, under the leadership of Fr Louis Mathias, arrived in India and they began working in Assam. During the past 100 years that the Salesians have been in India, they have established educational institutions and other works fro youngsters all over the country. Presently the Salesians in India are divided into 10 regions called "provinces". There are 2000 Salesians working in close to 300 instituions across the country.
ભારતમાં ડોન બોસ્કોના સલેસિયનો
ભારતમાં આવનાર પ્રથમ સલેસિયનનું ગ્રુપ ફાધર જોર્જ ટોમાટીસના નેતૃત્વ હેઠળ 6 જાન્યુઆરી 1906 ના રોજ મુંબઈ ખાતે આવ્યું. બોમ્બેથી તેઓ દક્ષિણ ભારતમાં તાંજોર ખાતે પ્રથમ સંસ્થાની સ્થાપના કરી. 1922 માં ફાધર લુઈસ મથિયાસના નેતૃત્વ હેઠળ ભારતના આસામમાં કામ કરવાનું શરૂ કર્યું. છેલ્લા 100 વર્ષોમાં સલેસિયનોએ ભારતને પ્રદેશ અનુસાર કુલ 10 પ્રાંતમાં વહેચીને લગભગ 300 સંસ્થાઓમાં 2000 સન્યાસી સલેસિયનો કામ કરે છે.
The Salsesians began their apsotolate in the city of Bombay in 1928 and from there it spread to other places in Maharashtra, Goa and eventually all over western India. Their ministry in this region was blessed with rapid growth thanks largely to the phenomenal work done by Fr. Aurelius Maschio.
The Salesian Province of Bombay was officially established on January 31, 1972. It comprises the states of Maharashtra, Gujarat, Rajasthan and Madhya Pradesh in western and central India. There are presently 210 Salesians working in 33 institutions spread out over these four states. These institutions offer a variety of services to poor and disadvantaged youth.
સલેસિયન પ્રાંત સંત ફ્રાંસિસ ઝેવિયર બોમ્બે
1928માં બોમ્બે શહેરમાં સલેસિયનોએ પોતાના પ્રેષિતિક કાર્યની શરૂઆત કરી અને ત્યાંથી મહારાષ્ટ્ર, ગોવા અને આખરે સમગ્ર પશ્ચિમ ભારતના અન્ય સ્થળોમાં પ્રસારવામાં આવી. ફાધર અરૂલીયસ માસક્યો ધ્વારા કરવામાં આવેલા અસાધારણ કાર્યોને કારણે આ વિસ્તારમાં પ્રેષિતિક કાર્યોને ઝડપી વેગ મળ્યો.
બોમ્બેના સલેસિયન પ્રાંતની સત્તાવાર રીતે 31 મી જાન્યુઆરી 1972 ના રોજ સ્થાપના કરવામાં આવી. આ પ્રાંતમાં પશ્ચિમ અને મધ્ય ભારતના મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રાજ્યોનો સમાવેશ થાય છે. હાલમાં, આ ચાર રાજ્યોમાં ફેલાયેલી 33 સંસ્થાઓમાં 210 સલેસિયનો ગરીબ અને વંચિત યુવાનો માટે વિવિધ પ્રકારની સેવાઓ થકી કાર્યરત છે.
Kawant Education Society:
Kawant Education Society was established in 1986 by the Salesians of Don Bosco. It has been working in the fields of natural resource development, people’s rights, youth, education and livelihood promotion. The people we work, with the Adivasis of the Kawant area, have great wealth in the form of their natural and human resources, but are impoverished because they are denied opportunities to use and develop this wealth. Therefore, we focus on helping people to understand their traditional strengths, and to use these strengths to secure development on their own terms. Our work area covers Kawant Taluka, which is in Chottaudepur District, Gujarat. It is one of the backward talukas of Gujarat.
કવાંટ એજ્યુકેશન સોસાયટી
કવાંટ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ડોન બોસ્કો મંડળ (સલેસિયન)ના પુરોહિતો ધ્વારા 1986 માં કરવામાં આવી હતી. સંસ્થા પહેલેથી કુદરતી સંસાધન વિકાસ, લોકોના અધિકારો, યુવાનો, શિક્ષણ અને આજીવિકામાં વધારો થાય તેવા ક્ષેત્રોમાં કામ કરી રહી છે. કવાંટ વિસ્તારના આદિવાસીઓ સાથે જે કાર્ય થઈ રહ્યું છે તેમાં તેમની પાસે રહેલી કુદરતી અને માનવ સંસાધનોના સ્વરૂપમાં અઢળક સંપતિ છે પરંતુ તેઓ હજી પણ મુખ્ય પ્રવાહથી વંચિત છે કારણ કે તેઓને આ સંપતિનો ઉપયોગ કરવાની તકોથી વંચિત રાખવામાં આવે છે. તેથી સંસ્થા લોકોને તેમની પરંપરાગત શક્તિઓને સમજવામાં મદદ કરવા અને તેમની ઇચ્છાઓને માન આપી વિકાસ કરવા માટે તેમની શક્તિઓનો જ ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત છે. સંસ્થાનું કાર્યક્ષેત્ર કવાંટ તાલુકો છે જે ગુજરાતનાં છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ગુજરાતનાં વંચિત તાલુકાઓમાં એક ગણાય છે.