Sahayak Mata Parish, Kawant
સહાયક માતા ધર્મ વિભાગ, કવાંટ
સહાયક માતા ધર્મ વિભાગ, કવાંટ
VISION
A Nurturing Community Anchored in Faith, guided by Mary, and Leading to Encounter Jesus
MISSION
Sahayak Mata Parish, under the auspices of the Don Bosco Fathers in the Diocese of Baroda, Gujarat, is committed to fostering a vibrant and supportive Christian community. Our mission is to cultivate spiritual growth, encourage fellowship, and deepen the connection to Jesus Christ through the intercession of Mary.
Invitation for the women's day celebration 2025 at Don Bosco Kawant
ડોન બોસ્કો કવાંટ તમને આનંદ અને આભાર સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે હાર્દિક આમંત્રણ આપે છે.
Inviting for the Tridum in honour of St John Bosco, starting tomorrow on 28-30, January 2025, Followed by the solemn Feast of St John Bosco on 31st January 2025.
સંત જોન બોસ્કોના સન્માનમાં ત્રિડુમ માટે હાર્દિક આમંત્રણ, જે આવતીકાલથી 28 થી 30 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે, અને 31 જાન્યુઆરી 2025ના રોજ વિધિવત્ ઉત્સવ સાથે સમાપ્ત થશે.
21 ડિસેમ્બર 2024 ના રોજ બૈદ્યા, રુમડીયા, તાવા અને લુણીમાં કેરોલ ગીતો ગાયું.
Carol singing in Baidya, Rumadiya, Tava and Luni on December 21, 2024. #kawant #shahayakmata Sahayak Mata parish kawant
Retreat in preparation for the birth of Jesus Christ was organised on 1st December 2024 at Sahayak Mata Parish, Kawant. Fr. Raymond Chauhan SJ was the retreat preacher for the day. He guided people on Bhakti, mukti and Shakti with a tribal mindset.
ઇસુ ખ્રિસ્તના જન્મની તૈયારીમાં 1 ડિસેમ્બર, 2024ના રોજ સહાયક માતા પેરિસ, કંવાટ ખાતે ધર્મપ્રસાર યોજાયું. તે દિવસે ધર્મપ્રચારક તરીકે ફા. રેમન્ડ ચૌહાણ એસજે હાજર રહ્યા. તેમણે આદિવાસી માનસિકતા સાથે ભક્તિ, મુક્તિ અને શક્તિના વિષયો પર લોકોને માર્ગદર્શન આપ્યું.
Maha bhajan on the eve of Sahayak Mata Parish Feast , KAWANT
સહાયક માતા પેરિસના તહેવારના પ્રબંધે મહા ભજન, કંવાટ
૧૫મી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે સહાયક માતા તાબાનો ઉત્સવ ઉજવાયો હતો જેમાં કવાંટ, નારૂકોટ, તણખલા તથા છોટા ઉદેપુર ધર્મ વિભાગના પુરોહિતો, સાધ્વી બહેનો સહિત કવાંટના ધર્મજનો તથા વર્તમાન અને માજી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તાબાના તહેવારની પરમપૂજાની આગેવાની વડોદરા ધર્મ વિભાગના વિકાર જનરલ ફાધર માલકમે કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે અગિયાર વાગે ડોન બોસ્કો હાઇસ્કુલ કવાંટના કેમ્પસથી મા મરિયમની પ્રતિમાને પાલખીમાં મૂકીને સરઘસ સ્વરૂપે કરવામાં આવી હતી. ત્યારબાદ વિશાળ મેદની મધ્યે પરમપુજા અર્પણ થઈ હતી ને તે બાદ છાત્રાલયના ભાઈ બહેનોએ નૃત્યો પ્રદર્શિત કર્યા હતા. નવ દિવસની ભક્તિ તથા તહેવારની ઉજવણી આ તમામ પાછળ રેકટર ફાધર મયંક પરમારે તનતોડ મહેનત કરી હતી જેમાં ફાધર શોન, ફાધર અજય તથા બ્રધરોએ યથાયોગ્ય સહકાર પૂરો પડ્યો હતો.
On September 15th, the Parish feast of Sahayak Mata was celebrated at Kawant in the Chhota Udepur district. The event was attended by priests, nuns, and devotees from the Kawant, Narukot, Tanhkala, and Chhota Udepur religious departments, as well as current and former students, in large numbers. The festival was led by Rev. Father Malcolm, the Vicar General of the Vadodara Diocese.
The program began at 11 a.m. with a procession starting from the Don Bosco High School campus in Kawant, where the statue of Mother Mary was placed in a palanquin and carried ceremonially. Following this, a grand mass was held amidst a large gathering. After the prayers, hostel students performed dances.
The nine-day devotional celebration and festival were made successful through the tireless efforts of Rector Father Mayank Parmar, with appropriate support provided by Father Shaun, Father Ajay, and other brothers.
સહાયક માતા પરિષદના સન્માનમાં નોવેના: દિવસ 9- મુખ્ય ઉજવણી ફાધર. મયંક પરમાર sdb, Homilist: Dn. એગ્નેલ: વિષય: અપ્રમાણિકતા અને પ્રામાણિકતા
Novena in honour of Sahayak Mata Parish: Day 9- Main celebrant Fr. Mayank Parmar sdb, Homilist: Dn. Agnel: Topic: Dishonesty and Integrity
સહાયક માતાના સન્માનમાં નોવેના: દિવસ 8 મુખ્ય સેલિબ્રેન્ટ ફાધર સંજય લોપેસ sdb: આજનો વિષય: સ્વાર્થ v/s નિઃસ્વાર્થતા
Novena in honour of Sahayak Mata: day 8 The main celebrant Fr Sanjay Lopes sdb: Today's Subject: Selfishness v/s Selflessness
સહાયક માતા પરિષ નોવેના: દિવસ 7 - ફાધર શૌન ડી'લિમા એસડીબી - આજનો વિષય: વાસના v/s પવિત્રતા
Sahayak Mata Parish Novena: day 7 - Fr Shaun D'Lima sdb- today's topic: Lust v/s Chastity
સહાયક માતાના માનમાં નોવેના: દિવસ 6, મુખ્ય ઉજવણી ફાધર. આઇઝેક sdb: નોવેના હોમીલી વિષય: સ્લોથ V/S Diligence
Novena in honour of Sahayak Mata: Day 6, Main celebrant Fr. Isaac sdb: Novena Homily subject: Sloth V/S Diligence
સહાયક માતાના સન્માનમાં નોવેના: દિવસ 5 - મુખ્ય ઉજવણી ફાધર. ચારલિન ચંદ્રન SDB: વિષય હતો લોભ v/s ઉદારતા.
Novena in honour of Sahayak Mata: Day 5 - Main celebrant Fr. Charlin Chandran SDB: the topic was Greed v/s Generosity.
સહાયક માતાના સન્માનમાં નોવેના: દિવસ 4, મુખ્ય સેલિબ્રેન્ટ ફાધર એલ્સન બેરેટો sdb: તેમણે ખાઉધરાપણું v/s સ્વભાવ પર ઉપદેશ આપ્યો. મધર મેરીના જીવનના ઉદાહરણો ટાંકીને, તેમણે વિશ્વાસુઓને દરેક બાબતમાં ખાઉધરા બનવા કરતાં વધુ સ્વભાવવાન બનવા માટે પ્રોત્સાહિત કર્યા.
Novena in honour of Sahayak Mata: Day 4, Main celebrant Fr Elson Baretto sdb: he preached on gluttony v/s temperance. Citing examples from the lives of Mother Mary, he encouraged the faithful to be more temperamental than being gluttony in everything.
સહાયક માતાના સન્માનમાં નોવેના: દિવસ 3: ફાધર અજય સેલ્કે એ દિવસની મુખ્ય ઉજવણી કરી હતી. તેમણે ગુસ્સો V/S ધીરજ વિષય પર કામ કર્યું. તેમણે ક્રોધના અવગુણોને વિગતવાર સમજાવ્યા અને મધર મેરીના જીવનમાંથી ઉદાહરણ ટાંકીને તેમણે ધીરજના ગુણને વિસ્તૃત રીતે સમજાવ્યું. તેમણે ધીરજના ફાયદા સમજાવ્યા.
Novena in honour of Sahayak Mata: Day 3: Fr Ajay Selke was the main celebrant for the day. He dealt upon the topic Anger V/S patience. He explained in detail the vices of Anger and citing the example from the lives of Mother Mary, he elaborated the virtue of patience. He explained the advantages of patience.
સહાયક માતાના માનમાં નોવેના: દિવસ 2: મુખ્ય ઉજવણી ફાધર. સેડ્રિક સંકુલ.
Novena in honour of Sahayak Mata: day 2: Main celebrant Fr. Cedric Sankul.
સહાયક માતાના સન્માનમાં નોવેના - દિવસ 1 : Fr. ઝેવિયર બંડિયા SDB મુખ્ય સેલિબ્રેન્ટ અને હોમિલિસ્ટ.
Novena in honour of Sahayak Mata - day 1 : Fr. Xavier Bandiya sdb main celebrant and homilist.
ધારણાનો તહેવાર: 15 ઓગસ્ટ, 2024 ના રોજ સહાયક માતા પરિષ, કવાંટ ખાતે ગૌરવપૂર્ણ યુકેરિસ્ટિક ઉજવણી.
Feast of Assumption: the Solemn Euchristic celebration at Sahayak Mata Parish KAWANT on August 15, 2024
સહાયક માતા ધર્મ વિભાગમાં તારીખ 9મી જૂન 2024ના રોજ પરમપુજા બાદ નવા નિમાયેલા ફાધર અજય, ડીકન આગ્નેલ, બ્રધર વિનસ અને સિસ્ટર નીરુનું સ્વાગત કરવામાં આવ્યું.
On 9th June 2024 newly appointed fr. Ajay, dn. Agnel, cl. Veenus and Sr Niru were welcomed in Sahayak Mata Parish, Kawant.
સહાયક માતા ધર્મ વિભાગના ધર્મજનો તારીખ 17મી જૂન 2024ના રોજ જાગૃતિ પાસ્ટ્રલ એનિમેશન સેન્ટર નેત્રંગ દ્વારા આયોજિત એક દિવસીય રિટ્રીટમાં ભાગ લીધો હતો. Tabor ashram team દ્વારા રિટ્રીટ નું સંચાલન કરવામાં આવ્યું હતુ.
The faithful of Sahayak Mata Parish participated in a one-day retreat organized by the Jagriti Pastoral Animation Center, Netrang, on June 17, 2024. The retreat was conducted by the Tabor Ashram team.
સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ ભજન મંડળ રાજાધિરાજ દેવાલય ખાતે 23મી મે 2024 રાત્રિ ભજન સંધ્યા દરમ્યાન ભજનોની રમઝટ બોલાવી હતી. કુલ 7 ભજન મંડળીઓએ વારા ફરતી આખી રાત ભજનોના સુર અને તાલ સાથે વાતાવરણને આહલાદક બનાવ્યું હતું. રાજાધિરાજ દેવાલય ડાકોરના સભા પુરોહીત ફાધર ગોયલના માર્ગદર્શન હેઠળ ખ્રિસ્તીઓની સહાયક માતા મરિયમ ની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફાધર વિક્રમ અને ફાધર અશ્વિન દ્વારા ભજનોની વચ્ચે વચ્ચે ધર્મોપદેશ અને અંતમાં સવારે 3.00 કલાકે ફાધર મયંક દ્વારા આભાર પરમપૂજા અર્પણ કરવામાં આવી હતી અને ફાધર ગોયલ સભા પુરોહિતે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.
The Sahayak Mata Parish Kawant Bhajan Mandal created a vibrant atmosphere with devotional songs during the night Bhajan Sandhya held at Rajadhiraj Temple on May 23, 2024. A total of 7 Bhajan Mandals took turns performing throughout the night, filling the environment with melodious tunes and rhythms.
This event was organized on the eve of the Feast of Mary, the Helper of Christians, under the guidance of Fr. Goyal, the chaplain of Rajadhiraj Temple, Dakor. Fr. Vikram and Fr. Ashwin delivered spiritual teachings between the bhajans, and the event concluded with Fr. Mayank offering a prayer of thanksgiving at 3:00 a.m. Fr. Goyal expressed gratitude to everyone for their participation.
સહાયક માતા પેરિસના યુવાનોને ડોન બોસ્કો મકરપુરા પેરિસ દ્વારા 19 મે, 2024ના રોજ આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન! કેવલને શ્રેષ્ઠ ગોલકીપર પુરસ્કાર અને પ્રતીકને મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળ્યો!!!!
Congratulations to Sahayak Mata Parish Youth for their outstanding performance in a Football tournament organised by Don Bosco Makarpura parish on May 19, 2024. Keval with best goal keeper award and Pratik with Man of the Match award!!!!
14મી એપ્રીલ 2024 રવિવારના રોજ સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ અને દિશા ડેવલોપમેન્ટ સ્ટાફ દ્વારા ફાધર Rixson અને ફાધર લારેન્સની વિદાય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.
On Sunday, April 14, 2024, the farewell ceremony of Father Rixson and Father Lawrence was organized by the Sahayak Mata Parsh Kawant and Disha Development Staff.
સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ: શુભ શુક્રવાર - કૃસના માર્ગની ભક્તિ -૨૦૨૪
Good Friday - Way of The Cross 2024
આજે માર્ચ 8, 2024 શુક્રવારના રોજ સહાયક માતા ધર્મ વિભાગના ધર્મ જનો માટે ડોન બોસ્કો તણખલા ખાતે એક દિવસીય Retreat નું આયોજન કરવામાં આવ્યું હતું. ફાધર mathew કટારા એસ ડી બી એ retreat આપી હતી, ફાધર શૌન અને ફાધર સંજય retreat માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડી હતી.
Today, March 8, 2024, a day-long retreat was organized at Don Bosco Tankhala for the people of the parish. Father Mathew Katara SDB gave a retreat, Father Shaun and Father Sanjay provided the necessary arrangements for the retreat.
કૃસના માર્ગની ભક્તિ યાત્રા 2024: 4મી માર્ચ 2024ના રોજ સહાયક માતા ધર્મ વિભાગ દ્વારા કવાંટ માં રહેતા ધર્મ જનો માટે દરેકના ઘેર એક એક સ્થાન મૂકીને ભકિત યાત્રા યોજવામાં આવી હતી જેમાં ધર્મ જનો એ ભક્તિભાવ થી ભાગ લીધો હતો.
On March 4, 2024, the parish organized a devotional yatra for the religious people living in Kawant by visiting everyone's house, in which the people of dharma participated with devotion.
સહાયક માતા ધર્મ વિભાગ કવાંટના સભા પુરોહીત ફાધર મયંક દ્વારા સફળતાપૂર્વક PhD પૂર્ણ કરવા બદલ ધર્મજનો અને સહાયક પુરોહિતો દ્વારા સત્કાર 3જી માર્ચ 2024ના રોજ પરમ પૂજા બાદ કરવામાં આવ્યો.
On 3rd March 2024, after Holy Eucharist, the felicitation program was conducted by the parishioners and priests for successfull completion of the PhD by Father Mayank, the parish priest of the Kawant.
આજે 31મી જાન્યુઆરી 2024 સંત જૉન બોસ્કોનો તહેવાર: મુખ્ય યાજક : નવ દીક્ષિત પુરોહીત ફાધર લોરેન્સ વિન્સેન્ટ: આજનું પ્રવચન: ફાધર મયંક પરમાર, પરમપૂજાનું આયોજન: ડોન બોસ્કો હાઈસ્કુલ કવાંટના શિક્ષકો, વેદી સજાવટ: ડોમિનિકન સિસ્ટરો, કવાયર: રાવજી માસ્ટર અને તેમની સંગીત ટુકડી, આરતી, પ્રવેશ નૃત્ય: નિકોલ ભવન છાત્રાલયની બાળાઓ, બેક ડ્રોપ, જગ્યા સજાવટ, સાઉન્ડ: બ્રધર એલન અને છાત્રાલયના બાળકો, ફાધર લોરેન્સનું સ્વાગત અને સત્કાર સમારંભ: પેરિસ કાઉન્સિલ ના સભ્યો અને ધર્મ જનો, અમૃતધારા ડોન બોસ્કો કપડવંજ દ્વારા આયોજીત ડોન બોસ્કો પ્રશ્નોતરી સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કરનાર બાળકોનું સન્માન નવ દીક્ષિત પુરોહીત દ્વારા કર આવ્યું. સર્વને તહેવારની શુભેરછાઓ અને સંત જૉન બોસ્કો આપને માટે વિનંતી કરે એ જ પ્રાર્થના. સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ
Today 31st January 2024 Feast of Saint John Bosco: Main celebrant : Newely ordained Fr. Lawrence Vincent: Today's Speech: Fr. Mayank Parmar, Mass was organized: Teachers of Don Bosco High School Kawant, Altar Decoration: Dominican Sisters, Viceroy: Ravji Master and his music troop, Aarti, Entrance Dance: Welcome and reception of Fr. Lawrence: Members of the Parish Council and laity. The children who secured the second position in the Don Bosco Quiz Competition organized by Amrutadhara Don Bosco Kapadvanj were felicitated by the newely ordained priest.
SYMBIOS -2024 held at Don Bosco Chottaudepur on 20-21, January 2024. Two days of events for the SYM group of Gujarat Region with the theme lead, love and learn !!! Sahayak Mata Parish youth participated with all enthusiasm.
SYMBIOS -2024 ડોન બોસ્કો છોટાઉદેપુર ખાતે 20-21 જાન્યુઆરી, 2024 ના રોજ આયોજિત. ગુજરાત પ્રદેશના SYM જૂથ માટે લીડ, લવ એન્ડ લર્ન થીમ સાથે બે દિવસીય ઇવેન્ટ્સ !!! જેમાં સહાયક માતા પરિષદના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
On the first Sunday of the Advent season, December 3, 2023, a one-day spiritual workshop took place at Sahayak Mata Parish. The workshop, dedicated to celebrating the birth of baby Jesus on the occasion of Christmas, was led by Jaswantbhai, the DOOT Editor. The event also featured the participation of the office bearers of the Society of St. Vincent de Paul congregation, including the President of Maganbhai Umreth Conference, the President of Paulbhai Thasara Conference, the President of Vimla Ben Umreth Women's Conference, and Sanjaybhai Dakor, who served as the president of the conference.
In the opening session, Jaswantbhai provided an overview of the functions and features of the Society of St. Vincent de Paul since its inception. Following this, there was an Aradhana session, and a meal was served to the attendees. The afternoon session included discussions, a solemn Eucharist, and confession. Faithful from both Kawant and Chotaudepur participated in this program.
આગમન ઋતુના પહેલા રવિવારે તારીખ 3જી ડીસેમ્બર 2023ના રોજ સહાયક માતા ધર્મ વિભાગમાં એક દિવસીય આધ્યાત્મિક કાર્યશાળા યોજવામાં આવી હતી. નાતાલના પર્વ નિમિતે બાળ ઈસુને વધાવવા માટેની આ આધ્યાત્મિક કાર્યશાળા નું સંચાલન જશવંતભાઈ (દૂત તંત્રી) અને તેમની સાથે સોસાયટી ઓફ સેંટ વિન્સેન્ટ દે પૌલ મંડળના હોદ્દેદારોએ જેમાં મગનભાઈ ઉમરેઠ કોન્ફરન્સ ના પ્રમુખ, પાઊલભાઈ ઠાસરા કોન્ફરન્સ ના પ્રમુખ, વિમળા બેન ઉમરેઠ મહિલા કોન્ફરન્સ ના પ્રમુખ, અને સંજયભાઈ ડાકોર કોન્ફરન્સ ના પ્રમુખ ભેગા મળીને કર્યું હતું. જશવંતભાઈ શરૂઆતના સેશનમાં સોસાયટી ઓફ સેંટ વિન્સેન્ટ દે પૌલ મંડળની સ્થાપનાથી માડી તેના કાર્યો અને વિશેષતાઓની ઝાંખી કરાવી હતી. ત્યાર બાદ આરાધના અને પછી ભોજન પીરસવામાં આવ્યું હતું. બપોર પછીના સેસનમાં ચર્ચા વિચારણા કરાઇ અને ત્યારબાદ પરમ પૂજા અને પ્રાયશ્ચિત સાથે સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કવાંટના ધર્મ જનોની સાથે છોટાઉદેપુરના ધર્મ જનો પણ જોડાયા હતા.
On 26th November 2023 Solemnity of Christ the King: Adoration, Procession and the Eucharist was celebrated at Sahayak Mata Parish, Kawant.
આજે 26મી નવેમ્બર 2023 રાજરાજેશ્વરનું પર્વ સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ ખાતે, પ્રીત સંસ્કારમાં રહેલા ખ્રિસ્ત રાજાની આરાધના, સરઘસ અને પરમ પૂજા.
On November 5, 2023, the Parish Council meeting of Sahayak Mata Parish took place. During the meeting, the minutes of the previous meetings were reviewed, and subsequent programs were assessed. Father Mayank distributed a handout to the members, discussing how Jesus establishes emotional relationships with Andrew, Mary of Magdala, James, and Peter, and how we can respond to the Lord Jesus' call. Contemplation on living was also undertaken. Following that, upcoming programs were planned, and the session concluded with a final prayer.
આજે 5મી નવેમ્બર 2023 સહાયક માતા ધર્મ વિભાગની ધર્મ સેવા સમિતીની મીટીંગ કરવામાં આવી. મિટિંગમાં ગત મિટિંગની મિનિટનું વાંચન અને ત્યારબાદ થયેલા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ફાધર મયંક દ્વારા ધર્મ સેવા સમિતીના સભ્યોને એક handout આપીને ઈસુ માટે આંદ્રિયા, મગ્દલાની મરિયમ, જાખી અને પિતર સાથેના સંપર્કમાં ઈસુ કેવી રીતે લાગણીના સંબંધો બાંધે છે અને આપણે પણ પ્રભુ ઈસુની હાકલને કેવી રીતે જીવી રહ્યા છે તે પર મનન ચિંતન કરવામાં આવ્યું. ત્યાર બાદ આવનાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને અંતિમ પ્રાર્થના બાદ છુટ્ટા પડ્યા.
On October 8, 2023, dignitaries of Gujarat Catholic Society visited Sahayak Mata Parish, Kawant. After the welcome program, a discussion was held with the Faithful in which many discussions were held regarding society and religion.
ઑક્ટોબર 8, 2023ના રોજ ગુજરાત કેથોલિક સમાજના હોદેદારો સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ ની મુલાકાત અર્થે આવ્યા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ ધર્મ જનો સાથે એક સવાંદ કરવામા આવ્યો હતો કે જેમાં સમાજ અને ધર્મના અનુસંધાને ઘણી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Today, on September 10, 2023, the festival of Mother's Helper was celebrated. At 11 am, in the Don Bosco School hall, after reciting the rosary, all the devotees proceeded in a procession for the Holy Eucharist. Father Rickson led the Holy Mass, accompanied by Father Sanjay, Father Daresh, Father Shawn, and Father Mayank.
In his homily, Father Rickson called for the honoring of women and urged everyone to follow the example set by Mother Mary. Following the mass, lunch was arranged for all attendees. At the conclusion of the Holy Eucharist, Father Mayank Parmar, the parish priest, expressed gratitude to everyone involved
આજે 10મી સપ્ટે્બર 2023 ના રોજ સહાયક માતાનો તહેવાર ઉજવવામાં આવ્યો. ડોન બોસ્કો શાળા હોલમાં સવારે 11 કલાકે ગુલાબ માળાની ભક્તિ કર્યા બાદ બધા જ ભક્તજનો સાથે સરઘસમાં પરમ પૂજા માટે આવ્યા હતાં. ફાધર રીકસને પરમ પૂજા અર્પણ કરી હતી અને તેમની સાથે ફાધર સંજય, ફાધર દરેશ, ફાધર શોન અને ફાધર મયંક જોડાયા હતા. ફાધર રિકસને તેમના ધર્મોપદેશ માં નારી સન્માન અને માતા મરિયમનું ઉદાહરણ લઇને જીવન આગળ ધપાવવા આહવાન કર્યું હતું. પરમ પૂજા બાદ બધા ને માટે પ્રીતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરમ પૂજાના અંતે ફાધર મયંક પરમાર સભા પુરોહીતે બધાનો આભાર માન્યો હતો.
Today on 27th August 2023, a reception program was held on the occasion of the formal retirement of Master Ravji who served for the last 34 years in Don Bosco Kawant. The program was started with Thanksgiving Mass. After that, he was duly felicitated by various departments attached to the institute in his reception program. The children of the hostel as well as the girls of Nikol Bhavan Girls Hostel presented various programs and appreciated his services.
આજે 27મી ઓગસ્ટ 2023ના રોજ ડોન બોસ્કો કવાંટ માં છેલ્લા 34 વર્ષથી સેવા બજાવતા રાવજી માસ્ટરની વિધિવત રીતે વય નિવૃત્તિ ના કારણે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરુઆત આભાર પરમ પુજા થી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના સત્કાર સમારંભ કાર્યક્રમમાં સંસ્થા સાથે જોડાયેલ અલગ અલગ વિભાગો એ વિધિવત રીતે તેમનો સત્કાર કર્યો હતો. છાત્રાલયના બાળકો તેમજ નિકોલ ભવન કન્યા છાત્રાલયની બાળાઓ એ વિવિધ કાર્યક્રમો રજૂ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.
As many as 13 youths from Assistant Mata Dharma Department organized a trekking by SYM GURAM today on 20th August in Narukot Jambughoda forest around 130 youths associated with SYM participated enthusiastically. After reporting, The Holy Mass was celebrated and the whole group was divided into sub groups and trekked with full vigor in which nature also proved its tune by keeping the atmosphere very happy. After about 14 km through mountains, forests, valleys and streams, the youth returned to Narukot Don Bosco in about three pm in the afternoon.Enjoyed housie after lunch break followed by thanksgiving ceremony and tea and returned to their destination.
સહાયક માતા ધર્મ વિભાગના 13 જેટલા યુવાનોએ આજે 20મી ઓગસ્ટ ના રોજ SYM GURAM દ્વારા ટ્રેકિંગનું આયોજન નારુકોટ જાંબુઘોડાના જંગલમાં SYM સાથે સંકળાયેલા લગભગ 130 જેટલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રીપોર્ટીંગ કર્યા બાદ પરમ પૂજા અને આખા ગૃપને sub group માં વિભાજીત કરી બધા પૂરા જોશથી ટ્રેકિંગ કર્યું હતું જેમા કુદરતે પણ વાતાવરણને એકદમ ખુશનુમા રાખીને પોતાનો સૂર પુરાવ્યો હતો. લગભગ 14 km પર્વત, જંગલ, ખીણ અને ઝરણાંમાં થઈને યુવાનો લગભગ ત્રણ કલાકે નારૂકોટ ડોન બોસ્કો ખાતે પરત આવ્યા હતા. ભોજન વિરામ પછી housie નો આનંદ માણ્યો હતો ત્યાર બાદ આભાર વિધિ અને ચા નાસ્તો કરી પોતાના મુકામે પરત ફર્યા હતા.
August 13, 2023 Parish Pastoral Council Training for the Panchmahal deanery was organized at Don Bosco Narukot
On 7th August 2023, the Feast of Saint Dominic, the founder of the Dominican Order, was celebrated in the Sahayak Mata Parish, Kawant. On this day in the evening The Holy Mass with entrance dance followed by fellowship meal was served by the Sisters of the Dominican Congregation to the faithful and the hostel children. After the meal, everyone participated in a timli dance.
તારીખ 7મી ઓગસ્ટ 2023ના રોજ સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ માં દોમિનિકન મંડળના સ્થાપક સંત દોમિનિક નો તહેવાર ઉજવવામાં આવ્યો. આ દિવસે સાંજે પ્રવેશ નૃત્ય સાથે પરમ પૂજા અને ત્યારબાદ ધર્મ જનો અને છાત્રાલયના બાળકોને દોમીનીકન મંડળના સિસ્ટરો દ્વારા પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું. ભોજન બાદ બધાએ ટીમલી ડાન્સમાં ભાગ લીધો હતો.
Today, on the occasion of the feast of St. John Mary Vyani in Sahayak Mata Parish, Kawant, a cake was cut and all the priests were felicitated in the parish. As part of the celebration a tea breakfast was served for all. Thereafter the monthly meeting of the Parish Pastoral Council was held in which all the members participated enthusiastically.
આજે સહાયક માતા ધર્મ વિભાગ કવાંટ માં સંત જૉન મારી વ્યાનીના તહેવાર નિમિતે બધા ફાધર્સ નું સન્માન કરી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગ રૂપે બધાને માટે ચા નાસ્તો આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ પેરીશ પાસ્ટરલ કાઉન્સિલ ની માસિક મિટિંગ રાખવામાં આવી હતી જેમાં બધા જ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
After the recruitment of the members of the Sahayak Mata Parish, Kawant, Parish Pastoral Council, the oath of the members was administered on 30th July 2023 during the mass. Father Mayank Parmar, parish priest accepted the membership of the members after accepting the candle and blessing.
સહાયક માતા ધર્મ વિભાગ ધર્મ સેવા સમિતીના સભ્યોની વરણી બાદ આજે 30મી જુલાઇ 2023ના રોજ પરમપૂજા દરમ્યાન સભ્યોની સપથ વિધી કરવામા આવી હતી. ફાધર મયંક પરમાર સભા પુરોહિતે મીણબત્તી સ્વીકારી અને આશિર્વાદ આપી સભ્યોનું સભ્ય પદ સ્વીકાર્યું હતું.
The first meeting of the Paris Pastoral Council of the Sahayak Mata Parish and its understanding was arranged on 22/7/2023 from 5.30 pm to 7.00 pm. In which the parish priest Father Mayank Parmar gave a deep understanding of the PPC and made them aware of their responsibilities and functions. Thereafter spiritual activities were planned for the year. All the PPC members participated enthusiastically.
સહાયક માતા ધર્મ વિભાગ પેરિસ પાસ્ટરલ કાઉન્સિલ ની પ્રથમ બેઠક અને તેની સમજ તારીખ 22/7/2023ના રોજ સાંજે 5.30 થી 7.00 દરમ્યાન ગોઠવવામાં આવી હતી. જેમાં સભા પુરોહિત ફાધર મયંક પરમાર દ્વારા સમિતિની ઊંડી સમજ આપી હતી અને તેમની જવાબદારી અને કાર્યો થી વાકેફ કર્યા હતા. ત્યારબાદ વર્ષ દરમ્યાન ચાલનારી આધ્યાત્મિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિના બધાજ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Feast of St. Dominic Savio on July 6, 2023 at Sahayak Mata parish kawant was celebrated. Fr. Shaun D'Lima was the main celebrant of the feast Mass and Mr. Ravji master welcomed of Deacon Lawrence Vincent in the Parish on behalf of the parsh community by garlanding him.
6 જુલાઈ, 2023 ના રોજ સહાયક માતા કવાંટ ખાતે સેન્ટ ડોમિનિક સેવિયોનો તહેવાર. ફાધર. શોન ડી'લિમા આ તહેવારના મુખ્ય સેલિબ્રેન્ટ હતા અને શ્રી રવજી માસ્ટરે ડેકોન લોરેન્સ વિન્સેન્ટનું પેરિશમાં પાર્શ સમુદાય વતી હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
On 8th June 2023 at five o'clock in the evening in Sahayak Mata Parish, Kawant, Most Venerable Archbishop Sebastian of Vadodara Diocese was welcomed and offered the Holy Mass. Father Mayank Parmar sdb was appointed as the Parish priest during the Holy Mass in which he made the declaration of faith and took the vows before the Bishop and in the presence of the devotees. After the mass, Bishop, Fr. Mayank and Bro. Allan were welcomed and felicitated. To make this event a success, sister's of the Dominican congregation, children of the hostel, boarding masters, Frs. Welcome by Shaun n Rickson and Parish women's group, Rathvi dance and action song by children, greeting letter by Michael Sir and conducting of program by youth and choir by Raoji Master etc.
સહાયક માતા ધર્મ વિભાગ કવાંટમાં તારીખ 8મી જૂન 2023 ના રોજ સાંજે પાંચ કલાકે વડોદરા ધર્મપ્રાંતના પરમ પૂજ્ય ધર્માધ્યક્ષ સેબાસ્ત્યાઓ નો આવકાર કરવામાં આવ્યો અને પરમ પૂજા અર્પણ કરવામાં આવી. પરમપૂજા દરમ્યાન ફાધર મયંક પરમાર sdb ની સભા પુરોહિત તરીકે વરણી કરવામાં આવી જેમાં ધર્માધ્યક્ષ સમક્ષ અને ધર્મજનોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા ઘોષણા અને વચન લીધા હતા. પરમ પૂજા બાદ બિસપ સાહેબ, ફાધર મયંક અને બ્રધર એલનનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધર્માધ્યક્ષ અને ધર્મજનો વચ્ચેના વાર્તાલાપમાં ધર્માધ્યક્ષે ધર્મજનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા ડોમિનિકન મંડળના sister's, છાત્રાલયના બાળકો, boarding masters, Frs. Shaun n Rickson તેમજ તાબાના બહેનો બેડાથી સ્વાગત, બાળકો દ્વારા રાઠવી ડાન્સ અને એક્શન song, માઇકલ સર દ્વારા શુભેચ્છા પત્ર અને યુવાનો દ્વારા કાર્યક્રમનું સંચાલન અને રાવજી માસ્ટર દ્વારા choir વગેરેથી શોભી ઉઠ્યો હતો.