Don Bosco Boarding
ડોન બોસ્કો, છાત્રાલય
ડોન બોસ્કો, છાત્રાલય
VISION
Empowering Tomorrow's Leaders with Holistic Education and Values
MISSION
Don Bosco Chatralaya in Kawant, guided by the motto "Vasudhev Kutumbkam" (The World is One Family), is dedicated to providing a nurturing environment for children in standards 6 to 10. Our mission is to impart comprehensive education, foster leadership qualities, and instill values that will shape these young minds into responsible and compassionate individuals.
Annual Boarding day 2025 on February 9, 2025 celebrated at Don Bosco Kawant. The chief guest was Mr Nikulbhai Rathwa the past pupil of Don Bosco Kawant.
वार्षિક બોર્ડિંગ ડે 2025, 9 ફેબ્રુઆરી 2025 ના રોજ ડોન બોસ્કો કવાંટ ખાતે ઉજવાયો. મુખ્ય મહેમાન તરીકે ડોન બોસ્કો કવાંટના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નિકુલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
Silver Jubilee celebration of the Religious Profession of Fr. Mayank Parmar at Don Bosco Kawant, sahayak Mata parish, Kawant , ડોન બોસ્કો છાત્રાલય કવાંટ
13 જાન્યુઆરી 2025 ના રોજ, પ્રોવિંશિયાલના વાર્ષિક મુલાકાત દરમિયાન, ડોન બોસ્કો કવાંટ ખાતે ઘરકર્મી અને બોર્ડિંગ માસ્ટર્સ સાથે એક બેઠક યોજાઈ.
Meeting with Domestic staff and Boarding Masters at Don Bosco Kawant during the Annual visit of the provincial on January 13, 2025.
Fr Savio Silveira sdb the Salesian Provincial of Bombay Province visits Don Bosco: Felicitation program at Don Bosco Boarding, Kawant on January 12, 2025.
12 જાન્યુઆરી 2025 ના રોજ ડોન બોસ્કો બોર્ડિંગ, કવાંટ ખાતે બોમ્બે પ્રાંતના સેલેસિયન પ્રાંતીય અધ્યક્ષ ફા. સેવિયો સિલ્વેરા SDBની મુલાકાત અને સન્માન સમારોહ યોજાયો.
ડોન બોસ્કો છાત્રાલય કવાંટ ખાતે 23 ડિસેમ્બર 2024ના રોજ નાતાલ ઉજવણી 2024 કરવામાં આવી જેમાં બાળકોને નાતાલ ભેટ આપવામાં આવી, સાથે સાથે બાળ ઈસુના જન્મથી થયેલ આનંદ, શાંતિ અને પ્રેમનો સંદેશો આપવામાં આવ્યો.
Don Bosco Chhatralay, Kawant, celebrated Christmas 2024 on 23rd December 2024. During the celebration, children were given Christmas gifts, and along with that, the message of joy, peace, and love brought by the birth of Baby Jesus was shared with them.
Farewell program for prenovices Savio and Francis in the boarding on December 22, 2024.
22 ડિસેમ્બર 2024 ના રોજ બોર્ડિંગમાં પ્રી-નોઇસિસ સેવિયો અને ફ્રાન્સિસ માટે વિદાય સમારોહ યોજાયો.
"દિવસ 2: પથદીપ સેમિનાર - બપોર અને સાંજની બાહ્ય અને આંતરિક પ્રવૃત્તિઓ"
Day 2 pathdeep seminar afternoon n evening outdoor n indoor activities
"પથદીપ સેમિનાર દિવસ 2: સત્ર - રતિલાલ જાદવ અને હસમુખ ક્રિશ્ચિયન દ્વારા. હસમુખ ક્રિશ્ચિયન, રતિલાલ આર. જાદવ, આશાદીપ"
Pathdeep seminar day 2: session by Ratilal Jadav and Hasmukh Christian Hasmukh Christian Ratilal R Jadav Ashadeep
"પથદીપ સેમિનાર - રાત્રી ધમાકા: ફાધર શોન, અગ્નેલ અને ભ્રા. વીણસ દ્વારા દિવસ 1 માં. હસમુખ ક્રિશ્ચિયન #સાઇનોડલચર્ચચેનલ #રતિલાલ જાદવ #ડોન બોસ્કો કાવંટ #ડોન બોસ્કો સાઉથ એશિયા"
Pathdeep seminar Night dhamaka by Fr Shaun, Agnel and Br. Veenus on day 1. Hasmukh Christian #synodalchurchchannel #Ratilal Jadav Don Bosco Kawant Don Bosco South Asia
બપોરના સત્રની બાહ્ય પ્રવૃત્તિઓ - પથદીપ સેમિનાર: હસમુખ ક્રિશ્ચિયન, રતિલાલ આર. જાદવ, આનંદ મકવાન, #સાયનોડલચર્ચચેનલ
Afternoon session outdoors activities pathdeep seminar: Hasmukh Christian Ratilal R Jadav Anand Macwan, synodal church channel #synodalchurchchannel
સત્ર 1: પથદીપ સેમિનાર 2024 - શ્રી રતિલાલ જાદવ અને ફATHER મયંક પરમાર SDB દ્વારા પ્રેરણા, ગ્રુપ બિલ્ડિંગ, આત્મવિશ્વાસ અને આત્મસન્માન પર ચર્ચા. હસમુખ ક્રિશ્ચિયન #રતિલાલ જાદવ #આશાદીપ #આનંદ મકવાન #સાયનોડલચર્ચચેનલ
Session one pathdeep seminar 2024 by Mr Ratilal Jadav and Fr Mayank Parmar sdb on motivation, group building, self confidence and self respect. Hasmukh Christian #Ratilal Ratilal R Jadav Ashadeep# AnandMacwan#Synodal Church Channel
"પથદીપ" દિવાળી કેમ્પનો ઉદઘાટન 12 નવેમ્બર 2024 એ હસમુખ ક્રિશ્ચિયન દ્વારા, #આશાદીપ રતિલાલ આર. જાદવ દ્વારા #સાયનોડલચર્ચચેનલ
"Pathdeep" Diwali camp inauguration on November 12, 2024 Hasmukh Christian #Ashadeep Ratilal R Jadav #SynodalChurchChannel
26/9/2024 ને ગુરુવાર નાં રોજ ભૈરાથા ગામનાં વીઈપી કલાસ ના બાળકો ને કદવાલીયા નદીના તટ પર લઇ જવામાં આવ્યા હતા હાજર બાળકો 26 હતા વીઈપી શિક્ષક ગોટેસિંગભાઈ તથા ડેવલપમેન્ટ સ્ટાફ અરવિંદભાઈ હાજર રહ્યા હતા.બાળકોને નદીના તટ પર લઇ જવામાં આવ્યા અને નદીની ભેખડો બતાવવામાં આવી અને નદીનું વહેતુ પાણી વિશે માહિતી આપવામાં આવી અને પાણીનું મહત્વ અને પાણી ના સ્ત્રોતો કયા કયા છે અને પાણી બચાવવા અને તેનો કરકસરથી ઉપયોગ કરવો જોઈએ એ માહિતી આપવામાં આવી અને પાણી વગર કોઈનું જીવન ચાલવાનું નથી તેઓને પ્રકૃતિ વિશે માહિતી આપવામાં આવી ઝાડ,પાન, પાણી,નદી, ડુંગર વિશે માહિતી આપવામાં આવી બાળકો ને ખુબજ આનંદ થયો.
On Thursday, September 26, 2024, the children from the VEP (Village Education Program) class in Bhairatha village were taken to the banks of the Kadvaliya River. A total of 26 children participated, along with VEP teacher Gotesinghbhai and development staff member Arvindbhai.
The children were brought to the riverbank, where they were shown the river's slopes and flowing water. They were given information about the importance of water, various water sources, and the need to conserve and use water wisely. The significance of water for life was emphasized, along with a discussion about nature, including trees, plants, rivers, and mountains.
The children enjoyed the experience thoroughly.
આજે જુલાઈ 20, 2024ના રોજ ડોન બોસ્કો છાત્રાલય કવાંટ ખાતે નિકોલ ભવન કન્યા છાત્રાલય અને ડોન બોસ્કો કુમાર છાત્રાલયમાં ભણતાં ધોરણ 8 થી 10ના બાળકો માટે અભ્યાસની પદ્ધતિઓ અને તેને લગતી જરૂરી ટિપ્સ માટેનું એક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હસમુખ ક્રિશ્ચયન અને રતિલાલ જાદવ દ્વારા creatively બાળકો કેવી રીતે યાદ રાખી શકે છે તેના અનુસંધાને માર્ગદર્શન અને કાર્યશાળા યોજી હતી. બે કલાક ચાલેલ આ કાર્યશાળા માં બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
On July 20, 2024, a session on study methods and essential tips was organized for students in grades 8 to 10 at Don Bosco Hostel Kawant, specifically for those studying at Nikol Bhavan Girls' Hostel and Don Bosco Kumar Hostel. The session included guidance and a workshop by Hasmukh Krishnayan and Ratilal Jadav on how children can creatively remember information. The two-hour workshop was actively engaged in by the students.
પ્રથમ વાલી મિટીંગ: વર્ષ 2024-25ની ડોન બોસ્કો છાત્રાલય કવાંટ ની પ્રથમ વાલી મીટિંગ 7મી જુલાઇ 2024ના રોજ સવારે 10.30 કલાકે યોજવામાં આવી હતી.
First Parents Meeting: The first parents meeting of Don Bosco Hostel Kawant for the year 2024-25 was held on July 7, 2024, at 10:30 AM.
શપથ વિધિ: વર્ષ 2024-25 શૈક્ષણિક સત્રમાં છાત્રાલયમાં કુલ 253 બાળકોએ પ્રવેશ લીધો છે. તારીખ 6 જુલાઈ 2024ના રોજ ડોમિનિક સાવિયોના તહેવાર નિમિતે છાત્રાલયના કેપ્ટન, મોનીટર, જૂથના નેતાઓએ સપથ લીધા હતા. આ શપથ વિધિમાં નિકોલ ભવન કન્યા છાત્રાલયની છોકરીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. ફાધર શૌન ની રાહબરી હેઠળ આખો કાર્યક્રમ યોજાયો હતો.
Oath Ceremony: A total of 253 students have enrolled in the hostel for the 2024-25 academic session. On July 6, 2024, on the occasion of the feast of Dominic Savio, the hostel captain, monitor, and group leaders took an oath. The girls from Nikol Bhavan Girls' Hostel also took the oath during this ceremony. The entire program was organized under the guidance of Father Shaun.
પથદીપ સમરકેમ્પ - ૨૦૨૪નો સાતમો દિવસ દિવસ (તા. ૧૪/૦૫/૨૦૨૪)
તાલીમકાર: ફાધર ડૉ. મયંક પરમાર, હસમુખ ક્રિશ્ચિયન, સી.રોહિણી, ફાધર શોન
આજના દિવસની શરૂઆત રોજબરોજની જેમ પુનરાવર્તનથી થઈ હતી જેનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓની ઉંમર (તરુણાવસ્થા)ને અનુલક્ષીને Education to love વિષયે ફાધર મયંક દ્વારા સેશન લેવામાં આવ્યું હતું જેમાં પાવર પોઇન્ટ તથા વિડિયો ક્લિપ્સ દ્વારા નીચેના વિષયો કવર કરવામાં આવ્યા હતા.
- આકર્ષણ અને રક્ષણ
- વ્યક્તિ સ્વતંત્રતાની સમજ
- તરુણાવસ્થા (Teenage) ને સમજવી: ૧. શારીરિક બદલાવ ૨. માનસિક બદલાવ ૩. મનોૈજ્ઞાનિક બદલાવ ૪. કાઉન્સીલીંગ (છોકરીઓનું કાઉન્સીલીંગ બે સિસ્ટરોએ કર્યું અને છોકરાઓનું પુરુષ તાલીમકારોએ)
બાળકોએ આ સેશનમાં પોતાની મુઝવણોને પ્રશ્ન સ્વરૂપે રજુ કરતા ને તેઓની રજૂઆતને સાંભળતા એમ લાગ્યું કે આ સેશન તેમના જીવન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
બીજું સેશન સી. રોહિણી દ્વારા લેવામાં આવ્યું હતું જે માસ મીડિયામાં દર્શાવવામાં આવતી જાહેરાતો બાબતે હતું જેમાં સિસ્ટરે
નીચેના મુદ્દાઓ રજુ કર્યા હતા.
જાહેરાત AIDA ના ચાર પાયા પર કાર્ય કરે che.
1) Attention- ધ્યાન
2) Interest - રુચિ
3) Desire - ઇચ્છા
4) Action - કાર્ય
☆જાહેરાતના માધ્યમની પુરાણ સમયથી અત્યાર સુધીની સમજ.
☆જાહેરાતનો હેતુ જે ગ્રાહકોને સારી સેવા આપી પોતાની તરફેણમાં રાખવા.
☆જાહેરાતને અસરકારક બનાવવાનાં શબ્દો અને સંદેશ સચોટ અને અનોખા હોવા જરૂરી છે.
☆જાહેરાતના પ્રકાર.- શિક્ષણ, અર્થતંત્ર, રોજબરોજની જરૂરીયાત વસ્તુઓ, તંદુરસ્તી, સામાજિક, રાજકીય વગેરે.
☆જાહેરાતનો આપણા રોજિંદા જીવન પર અસર અને સ્થાન.
☆જાહેરાતના અલગ અલગ ક્ષેત્રો.
☆જાહેરાત કરનાર કંપનીની માનસિકતા.
☆એક ગ્રાહક તરીકે આપણી જાગૃતિ.
સિસ્ટર ના સેશન બાદ હસમુખ ક્રિશ્ચિયને સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા વિષયે ppt રજુ કર્યો હતો જેમાં આજની ડિજિટલ પેઢીને ઘણું શીખવા મળ્યું હતું. આ સેશનમાં જે મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા તે પરથી વિદ્યાર્થીઓ એ બાબત સમજી શક્યા હતા કે પોતે સોશિયલ મીડિયાના શિકાર (ગુલામ, નશેડી) છે કે નહિ. બપોરના ભોજન બાદ વિદ્યાર્થીઓને રમતો દ્વારા જિંદગીના મહત્વના પાસા શીખવવાની જવાબદારી ફાધર શોને ઉપાડી હતી. આજનો દિવસ " Gender equality" ની આસપાસ રહ્યો હોવાથી તેની સમજ વિસ્તરે તે હેતુસર તબ્બુ દ્વારા અભિનીત ફિલ્મ "અસ્તિત્વ" દર્શાવવામાં આવી હતી. હાલ રાત્રીના ભોજન બાદ વિદ્યાર્થીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યાં છે. આવતીકાલે તેઓને પર્વત સર કરવા માટે લઈ જવાનું આયોજન હતું પણ સતત બે દિવસથી ચાલી રહેલા વરસાદને કારણે કાર્યક્રમમાં ફેરફાર કરવાનું જરૂરી જણાય છે.
આપના બાળકોની સિદ્ધિ:
૧. આપના સિવાય રહી શકે છે.
૩. નવા માહોલ અને વ્યક્તિઓમાં ભળી શકે છે.
૩. સતત અઠવાડિયું મોબાઈલની સ્ક્રીન જોયા વગર રહી શકે છે.
૪. દિવસ દરમિયાન ગોઠવેલ સમયપત્રકને અનુસરી શકે છે.
૫. Ac, કાર, મનપસંદ ખોરાક, પરિચિત મિત્રો....સિવાય પણ રહી શકે છે.
અમે પાડેલી ટેવોને જાળવી રાખવાની જવાબદારી હવે આપની છે એટલે પ્લીઝ એ બાબતે વધુ સજાગ બનશો.
Pathdeep Summer Camp - 2024
Seventh Day (Date: 14/05/2024)
Trainers: Father Dr. Mayank Parmar, Hasmukh Krishnayan, C. Rohini, Father Shaun
The day began with the usual morning assembly, which was conducted by the students. Following that, Father Mayank conducted a session on "Education to Love," focusing on the age group of the students (adolescence). Using PowerPoint and video clips, the following topics were covered:
- Attraction and Protection
- Understanding Personal Freedom
- Understanding Adolescence: 1. Physical Changes 2. Mental Changes 3. Psychological Changes 4. Counseling (Girls' counseling was conducted by two sisters, while the boys' counseling was conducted by male trainers)
The children presented their challenges in the form of questions during this session, and listening to their presentations made it evident that this session would prove very beneficial for their lives.
The second session was conducted by C. Rohini, which focused on advertisements shown in mass media. The sister presented the following points:
Advertisements operate on the four pillars of AIDA:
1) Attention
2) Interest
3) Desire
4) Action
- Understanding the evolution of advertising from ancient times to the present.
- The purpose of advertising is to provide good service to customers and retain them in favor of the company.
- Words and messages used in advertising must be precise and unique to make them effective.
- Types of advertisements: Educational, Economic, Daily Necessities, Health, Social, Political, etc.
- The impact and role of advertising in our daily lives.
- Different fields of advertising.
- The mindset of the advertising company.
- Our awareness as consumers.
After the sister’s session, Hasmukh Krishnayan presented a PowerPoint on the advantages and disadvantages of social media, from which today’s digital generation learned a lot. The topics discussed in this session helped the students understand whether they are victims (slaves, addicts) of social media.
After lunch, Father Shaun took the responsibility of teaching important aspects of life through games. As today’s theme revolved around "Gender Equality," a short film titled "Astitva" was screened to enhance understanding. Currently, after dinner, the students are dancing to music. Tomorrow, they were scheduled to go mountain climbing, but due to the continuous rain for the past two days, it seems necessary to make changes to the program.
Your Children’s Achievements:
1. They can stay away from you.
2. They can mingle in new environments and with new individuals.
3. They can stay without looking at a mobile screen for an entire week.
4. They can follow the scheduled timetable throughout the day.
5. They can stay without AC, cars, favorite food, and familiar friends.
The responsibility to maintain the progress we have made now lies with you, so please stay vigilant regarding this matter.
તારીખ 16મી એપ્રીલ 2024 થી 30મી એપ્રીલ 2024 પંદર દિવસની શિબિર અંગ્રેજી માધ્યમમાં રહીને ધોરણ 6માં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવા માંગતા બાળકો માટે. શિબિર ચાલુ છે આ બાળકોને સઘન અંગ્રેજી ભાષા શીખવવામાં આવે છે
Fifteen-day camp from 16th to 30th April 2024 was conducted for children who wished to study in the hostel in Class 6 by staying in English medium. The children were taught the intensive English language
ડોન બોસ્કો છાત્રાલય કવાંટ માં સેવા આપી રહેલ ફાધર Rixson, ફાધર Lawrance અને બ્ર. એલનનો વિદાય કાર્યક્ર્મ 11મી એપ્રીલ 2024ના રોજ યોજવામાં આવ્યો હતો.
Father Rixson, Father Lawrance and Br. Alan's farewell function was held on April 11, 2024.
Leadership Seminar Boscowadi Uttan- 2024: day 4: April 5, 2024 the day began with the holy Eucharist, Pagoda vyipasna centre,Juhu chaupati, mount Mary, sea link drive, gate way of India.
લીડરશીપ સેમિનાર બોસ્કોવાડી ઉત્તાન- 2024: દિવસ 4: 5 એપ્રિલ, 2024 દિવસની શરૂઆત પવિત્ર યુકેરિસ્ટ, પેગોડા વ્યાપસ્ના સેન્ટર, જુહુ ચૌપતિ, માઉન્ટ મેરી, સી લિંક ડ્રાઇવ, ગેટ વે ઓફ ઇન્ડિયાથી થઈ હતી.
Leadership Seminar Boscowadi Uttan- 2024: Day 3: April 4, 2024, the day began with the meditation, the holy Eucharist, session on the social media, print media, group formation: castle in the sand, Cool in the pool and campfire.
લીડરશીપ સેમિનાર બોસ્કોવાડી ઉત્તાન- 2024: દિવસ 3: 4 એપ્રિલ, 2024 દિવસની શરૂઆત ધ્યાન, પવિત્ર યુકેરિસ્ટ, સોશિયલ મીડિયા પર સત્ર, પ્રિન્ટ મીડિયા, જૂથ રચના: રેતીમાં કિલ્લો, પૂલમાં ઠંડક અને શિબિરમાં આગથી થઈ હતી.
Leadership Seminar Boscowadi Uttan- 2024: day 2: April 3, 2024 the day began with the meditation at the sea shore, the holy Eucharist, session on personality development, Johari window, dealing with emotions: hikiing to the light house, visit to Bhatebandar shrine, Cool in the pool and talent show.
લીડરશીપ સેમિનાર બોસ્કોવાડી ઉત્તાન- 2024: દિવસ 2: 3 એપ્રિલ, 2024 દિવસની શરૂઆત દરિયા કિનારે ધ્યાન, પવિત્ર યુકેરિસ્ટ, વ્યક્તિત્વ વિકાસ પર સત્ર, જોહરી બારી, લાગણીઓ સાથે વ્યવહાર, લાઇટ હાઉસ સુધી પહોંચવું, ભટેબંદર મંદિરની મુલાકાત, પૂલમાં કૂલ અને ટેલેન્ટ શોથી થઈ હતી.
Leadership Seminar Boscowadi Uttan- 2024: day 1: April 2, 2024 the day was filled with a variety of sessions, creative activities, Holy Eucharist, Cool in the pool and Timli
લીડરશીપ સેમિનાર બોસ્કોવાડી ઉત્તાન- 2024: દિવસ 1: 2 એપ્રિલ, 2024 દિવસ વિવિધ સત્રો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, પવિત્ર યુકેરિસ્ટ, પૂલમાં કૂલ અને ટિમલીથી ભરેલો હતો
પથદીપ તાલીમ કવાંટ
તાલીમકાર : રતિલાલ જાદવ, હસમુખ ક્રિશ્ચિયન
સામાન્ય જ્ઞાનનું મહત્વ સમજાવ્યું, સામાન્ય જ્ઞાન ક્યાંથી મળે? કેવી રીતે સામાન્ય જ્ઞાનનો વધારો કરવો?
અગત્યનાં અને સામાન્ય રીતે વપરાતાં short Formsના full forms તૈયાર કરાવ્યાં. અર્થ સમજાવ્યા. ગૃપમાં તૈયાર કરી યાદ રાખવાની પ્રેક્ટિસ કરાવી. ગુજરાત અંગે જાણવા જેવા 15 પ્રશ્નો લખાવ્યા, તૈયાર કરાવ્યા.
ઉપરોક્ત સામાન્ય જ્ઞાન ઉપરાંત mental ability exercise કરાવી. નાના નાના જૂથોમાં પ્રેક્ટિસ કરાવી.
સફળતા માટે short cut કે અપ્રમાણિક રીતો નહિ પણ મહેનતનું મહત્વ અને કોઈ કામ નાનું નથી ... સમજાવતો વીડિયો બતાવ્યો. ચર્ચા કરાવી. ફા. મયંકે પણ પોતાના અનુભવો share કર્યા.
છેલ્લે ઉનાળુ શિબિર અંગેની માહિતિ આપવામાં આવી.
કવાંટ
૮મુ ધોરણ છોકરા - ૩૩ છોકરીઓ -૮ કુલ - ૪૧
૯મુ ધોરણ છોકરા -૨૩ છોકરીઓ -૮ કુલ - ૩૧
Pathdeep Training Kawant
Trainers: Ratilal Jadhav, Hasmukh Christian
Explained the importance of common sense.
Where does common knowledge come from? How to increase general knowledge?
Prepared full forms of important and commonly used short forms. Explained the meaning. Prepare in the group and practice remembering. They wrote and prepared 15 questions to know about Gujarat.
In addition to the above general knowledge, mental ability exercise was done and practiced in small groups.
Not short cuts or dishonest ways for success but the importance of hard work and no work is small... Showed them a video explaining. Fr. Mayank also shared his experiences. Finally, information was given about the summer camp.
8th standard boys - 33 girls - 8 Total - 41
9th Standard Boys-23 Girls -8 Total - 31
પથદીપ તાલીમ ડોન બોસ્કો કવાંટ.
તાલીમકાર: રતિલાલ જાદવ, હસમુખ ક્રિશ્ચિયન
તાલીમના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ:
- પુનરાવર્તન : ધ્યેય અને સ્ટેડી ટેક્નિકના મુખ્ય મુદ્દાઓ
- યાદ રાખવા માટેની એક્સરસાઇઝ કરાવી જેમાં "ખુશીથી આપેલું દાન" (Giving pledge)નો એક ફકરો આપ્યો, વાંચન કરાવ્યું, મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવા જણાવ્યું. ત્યારબાદ મુખ્ય મુદ્દાઓ પર સવાલો પૂછ્યા. પ્રેક્ટિકલ રીતે યાદ રાખવાની રીતનો અનુભવ કરાવ્યો.
- 7 up અને walk, stop, jump, turn પ્રવૃતિઓ દ્વારા સતર્કતા, ચપળતા, સક્રિયતા વધારવા એક્સરસાઇઝ કરાવી.
- Reasoning : સ્પર્ધાત્મક પરીક્ષામાં કેલેન્ડર આધારિત સવાલોના જવાબો શોધવાની રીત સમજાવી અને દાખલો આપી જવાબો શોધવા જણાવ્યું.
12th Failed (બારમું નાપાસ) ફિલ્મ બન્ને છાત્રાલયોમાં આપીને તેમની અનુકૂળતા પ્રમાણે દર્શાવશે ને ત્યાર બાદ ફિલ્મ ઉપરની ચર્ચા માટેના પ્રશ્નો પણ આપવામાં આવ્યા.
(સૂચન એવું આવ્યું છે કે અહીં જેટલા પણ વર્કશોપ થયા હોય તેની પરીક્ષા માર્ચના વર્કશોપમાં લેવામાં આવે જેથી આગળની રણનીતિ ઘડી શકાય.
(ધોરણ - ૮. કન્યા - ૧૨, કુમાર - ૩૮, કુલ સંખ્યા: ૫૦ ધોરણ - ૯ કન્યા - ૧૦, કુમાર - ૩૬. કુલ - ૪૬)
Pathdeep Training Don Bosco Kawant.
Trainers: Ratilal Jadhav, Hasmukh Christian
The main points of training are as follows:
Repetition: Key points of goal and steady technique
- An exercise to remember, in which a paragraph of the "giving pledge" was given, read, asked to pay attention to the main points. He then asked questions on key issues. I experienced a way of remembering in a practical way.
- Exercises to increase alertness, agility, activity through up and walk, stop, jump, turn activities
Reasoning: Explained how to find answers to calendar-based questions in competitive exams and asked to find answers by giving examples.
"12th Fail" film will be given in both the hostels as per their convenience and then questions were also given for the discussion on the film.
(It has been suggested that all the workshops that have taken place here should be examined in the workshop of March so that the next strategy can be chalked out.)
(Standard - 8. Girls - 12, Kumar - 38, Total Number: 50 Standard - 9 Girls - 10, Kumar - 36. Total - 46)
Don Bosco Hostel Annual Day 2024: February 12, 2024, the annual day of Don Bosco Hostel was celebrated. The chief guest of the program, Rajubhai Rathwa, was present at the event, He is a government official at Bodeli. Awards were given to the best performing students in various fields and kitchen staff, boarding masters working behind the scenes in the hostel were also honored with garlands and shawls.
ડોન બોસ્કો છાત્રાલય કવાંટ વાર્ષિક દિન 2024: આજે 12મી ફેબ્રઆરી 2024ના રોજ ડોન બોસ્કો છાત્રાલય નો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજુભાઈ રાઠવા છાત્રાલયના માજી વિદ્યાર્થી આજે સરકારી અધિકારી તરીકેની ફરજ બોડેલી ખાતે નિભાવે છે તેઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આજે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છાત્રોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ છાત્રાલયમાં પડદા પાછળ કામ કરી રહેલા કિચન સ્ટાફ, બોર્ડિંગ માસ્તરો ને પણ ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોએ સુંદર મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યો હતો અને બધાએ સ્વાદિષ્ટ ભોજન આરોગીને વિદાય લીધી હતી
19th Don Bosco Quiz Competition organized by AmrutDhara Don Bosco on 27th January 2024 for the Salesian Family. 5 teams participated in the quiz. Don Bosco Boarding three children participated and won 2nd prize. The children felicitated and given token of appreciation on the occasion of the feast of St John Bosco on 31st January 2024 by Fr. Lawrance Vincent after the Mass.
On 23rd January 2024, the pathdeep training session was organised for Boarding children of STD 8-9. Mr Hasmukh Christian, Mr. Ratilal Jadav, Fr. Mayank and Sr Rohini were the resource people for the same. The children were given an input on study methodology n motivational discussion. The gootli motivational movie was screened for them.
Pathdeep Diwali Training Camp for Student Siblings of Kawant and Narunkot Hostels
Dt. 28 November 2023 : Third day
Trainers: Hasmukh Christian, Ratilal Jadav
Way Out of Troubles : Video Story - Amazing Rescue of a Man Stranded on an Island.
Given 7 case studies in different groups and given 3 questions to discuss them. 1) What difficulties does the main character face in the story? 2) How and why can a way out of these difficulties? 3) What was learned for life?
Do the activity of finding a solution to an example. Explain how to find the correct solution. 7 up activity explains the method for focus, agility, concentration.
Reasoning: Thinking by doing different exercises for reasoning.
Treasure hunt activity was done in the afternoon.
Then through the movie Lucy, humans can use their brain to the maximum. The most intelligent human being can only use 10 percent. Through practice and study, man can make his brain more powerful.
In the evening the trainees were entertained with knowledge through camp fire activity.
કવાંટ અને નારુંકોટ હોસ્ટેલના વિદ્યાર્થી ભાઈબહેનો માટે પથદીપ દિવાળી તાલીમ કેમ્પ
તા. 28 નવેમ્બર 2023 : ત્રીજો દિવસ
તાલીમકાર : હસમુખ ક્રિશ્ચિયન, રતિલાલ જાદવ
મુશ્કેલીઓમાંથી માર્ગ : વિડિયો વાર્તા - ટાપુ પર વિખૂટા પડી ગયેલા માણસનો અદભુત બચાવ.
7 કેસ સ્ટડી અલગ અલગ જૂથમાં આપીને તેની પર ચર્ચા કરવા 3 પ્રશ્નો આપ્યા. 1) વાર્તામાં મુખ્ય પાત્રને કઈ મુશ્કેલીઓ નડે છે? 2) આ મુશ્કેલીઓમાંથી કેવી રીતે અને કેમ માર્ગ કાઢી શકે છે? 3) જીવન માટે શું શીખવાનું મળ્યું?
એક દાખલાનો ઉકેલ શોધવાની પ્રવૃત્તિ કરાવી. સાચો ઉકેલ શોધવાની રીત સમજાવી. 7 up પ્રવૃત્તિ દ્વારા ધ્યાન, ચપળતા, એકાગ્રતા માટેની રીત સમજાવી.
Reasoning : તર્કશક્તિ માટે અલગ અલગ એકસરસાઈઝ કરાવીને વિચાર કરતા કર્યા.
બપોરે બાદ Tresure hunt પ્રવૃત્તિ કરાવી.
ત્યારબાદ Lucy ફિલ્મ દ્વારા મનુષ્ય પોતાના મગજનો સૌથી વધુ ઉપયોગ કરી શકે. સૌથી બુદ્ધિશાળી મનુષ્ય 10 ટકા ઉપયોગ જ કરી શકે છે. પ્રેક્ટિસ અને અભ્યાસ દ્વારા માનવી પોતાના મગજને વધુ શક્તિશાળી બનાવી શકે.
સાંજે કેમ્પ ફાયરની પ્રવૃત્તિ દ્વારા તાલીમાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત કરાવી.
Ratilal R Jadav Mayank Parmar Rohini Jadav Ankit Jadav Ashadeep Vidyanagar
"King of Cooking, Queen of Cooking"
In the ongoing 'Pathdeep Diwali Camp' at Don Bosco High School, Kwant, a cooking competition was held yesterday evening in which the students participated enthusiastically. In this competition held under the supervision of Father Shawn, the competing students planted dal, brinjal, and different vegetables. All the trainees enthusiastically encouraged the students to eat these dishes prepared with tender fingers.
"રસોઈનો રાજા, રસોઈની રાણી"
ડોન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે ચાલી રહેલા ' પથદીપ દિવાળી કેમ્પ ' માં ગઈકાલે સાંજે રસોઈ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યા્થીઓએ રસભેર ભાગ લીધો હતો. ફાધર શોનની દેખરેખ હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં સ્પર્ધક વિદ્યાર્થીઓ દ્વારા દાળભાત, રીંગણનું ભડથું, જુદાજુદા શાક બાવવામાં આવ્યા હતા. કોમળ આંગળીઓના ટેરવે તૈયાર થયેલી આ વાનગીઓને તમામ તલીમકરોએ લિજ્જતથી આરોગીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Mayank Parmar Rohini Jadav Ratilal R Jadav Anand Macwan
First day of ongoing Pathdeep Diwali training camp at Quant Don Bosco.
Dt. 26 November 2023 : First day
Trainers: Hasmukh Christian, Ratilal Jadav
Importance of crafting, training, Sculptor and stone story explained importance of training.
What is personality? Understanding personality through a video story of a boat and a businessman. Personality is not formed by outward appearance, clothes, money, power. Personality is expressed through speech, behavior, behavior, knowledge, skills, values. The true identity of a human being is called personality.
What is personality? Understanding personality through a video story of a boat and a businessman. Personality is not formed by outward appearance, clothes, money, power. Personality is expressed through speech, behavior, behavior, knowledge, skills, values. The true identity of a human being is called personality.
Co-operation : Activity - arranging pieces to make a picture, understanding each other's needs and helping each other, I need others' support, others need my support, each has a different role in society.
Development is not possible without mutual cooperation. I need to change.
Super 30 motivates needy boys and girls to pass IIT through motivational film. He fulfills the dreams of the needy children by teaching the children of the poor who cannot study due to lack of money. Due to the hard work of both the learner and the teacher, working class kids pass IITs.
કવાંટ ડોન બોસ્કો ખાતે ચાલી રહેલ પથદીપ દિવાળી તાલીમ કેમ્પનો પ્રથમ દિવસ.
તા. 26 નવેમ્બર 2023 : પ્રથમ દિવસ
તાલીમકાર : હસમુખ ક્રિશ્ચિયન, રતિલાલ જાદવ
ઘડતર, તાલીમનું મહત્વ, શિલ્પકાર અને પથ્થરની કથા દ્વારા તાલીમનું મહત્વ સમજાવ્યું.
વ્યક્તિત્વ એટલે શું? હોડી અને બિઝનેસ મેનની વીડિયો વાર્તા દ્વારા વ્યક્તિત્વની સમજ. બાહ્ય દેખાવ, કપડાં, પૈસા, સત્તા, દ્વારા વ્યક્તિત્વ નથી ઘડાતું. વ્યક્તિત્વ વાણી, વર્તન, વ્યવહાર, જ્ઞાન આવડત, મૂલ્યો દ્વારા વ્યક્ત થાય છે. માનવીની સાચી ઓળખ બને છે જેને વ્યક્તિત્વ કહેવાય.
સહકાર : પ્રવૃત્તિ - ટુકડાઓ ગોઠવીને ચિત્ર બનાવવુ, એકબીજાની જરૂરિયાત સમજીને એકબીજાની મદદ કરવી, મારે બીજાના ટેકાની જરૂર, બીજાને મારા ટેકાની જરૂર, દરેકની સમાજમાં અલગ અલગ અલગ ભૂમિકા. એકબીજાના સાથ સહકાર વગર વિકાસ શક્ય નથી. મારામાં પરિવર્તન લાવવું જરૂરી.
Super 30 મોટિવેશન ફિલ્મ દ્વારા જરૂરિયાતમંદ ગરીબના છોકરા છોકરીઓને IIT પાસ કરાવે છે. પોતે પૈસાને અભાવે ભણી નહિ શકનાર ગરીબોના બાળકોને ભણાવીને જરૂરિયાતમંદ બાળકોનાં સપનાં પૂરાં કરે છે. ભણનાર અને ભણાવનાર બંનેની મહેનતથી મજૂર વર્ગના બાળકો IIT પાસ કરે છે.
A four-day 'Pathdeep Diwali Camp' begins at Don Bosco High School, Kawant, bordering Madhya Pradesh.
'Pathdeep Diwali Camp 2023' has started from this evening at Don Bosco High School Kawant which is located on the border of Gujarat and Madhya Pradesh. Approximately 98 students studying in class 8, 9 in two schools Don Bosco Kawant and Don Bosco Narukot participated in the present camp. have been in this camp which will run for four consecutive days, Father Mayank Parmar, Ratilal R Jadav, Hasmukh Christian, Father Shaun, Father Daresh, Father Rixon, Sister Rohini Jadav etc. will accompany the students throughout the camp as trainers while Father Dickon Alex, Brother Allin and others arrived from Goa. Two brothers will handle other responsibilities.
મધ્યપ્રદેશની સરહદે આવેલી ડોન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે ચાર દિવસના ' પથદીપ દિવાળી કેમ્પ ' નો શુભારંભ
ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદે આવેલી ડોન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે આજ સાંજથી ' પથદીપ દિવાળી કેમ્પ ૨૦૨૩ " ની શરૂઆત થઈ છે. પ્રસ્તુત કેમ્પમાં ડોન બોસ્કો કવાંટ અને ડોન બોસ્કો નારૂકોટ એમ બે શાળાઓમાં ધોરણ ૮,૯ માં અભ્યાસ કરતા અંદાજે ૯૮ વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે. સતત ચાર દિવસ કાર્યરત રહેનાર આ કેમ્પમાં ફાધર Mayank Parmar , Ratilal R Jadav , હસમુખ ક્રિશ્ચિયન, ફાધર શોન, ફાધર દરેશ, ફાધર રિકસન, સીસ્ટર Rohini Jadav વગેરે તાલીમકાર તરીકે સમગ્ર કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓની સાથે રહેશે જ્યારે ફાધર ડિકન એલેક્સ, બ્રધર એલીન અને ગોવાથી પધારેલ અન્ય બે બ્રધરો અન્ય જવાબદારીઓ સંભાળશે.
Second Parent Meeting Don Bosco Hostel, Kwant:
The third meeting of parents of children of Don Bosco Hostel was organized today on 8th November. After participating in the open day of the school in the morning, the hostel parents gathered in the boarding hall. Prayers were offered by Ravji Master. The parents were given a verbal welcome by the manager of the hostel, Father Mayank Parmar. After the reception, a picture of the activities started during this year was given.In which children were involved in various activities for children, organizing football, volleyball, basketball tournaments, apart from this, in games like table tennis, ludo, crossword, carrom, etc. Music classes for children were also improved this year. In which children are taken harmonium, dholak and tabla classes. This year information about all the improvements done in the hostel, like renovation of wiring was given.Apart from this, children are encouraged as per point system in the hostel. And the children were awarded in the presence of parents.
દ્રિતીય વાલી મીટીંગ ડોન બોસ્કો છાત્રાલય, કવાંટ:
આજે તારીખ 8મી નવેમ્બરના રોજ ડોન બોસ્કો છાત્રાલયના બાળકોના વાલીઓની દ્રિતીય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારે શાળાના ઓપન day માં ભાગ લીધા બાદ છાત્રાલયના વાલીઓ બોર્ડિંગ હોલમાં ભેગા થયા હતા. રાવજી માસ્ટર દ્વારા પ્રાર્થના કરાવવામાં આવી હતી. છાત્રાલયનાં મેનેજર ફાધર મયંક પરમાર દ્વારા વાલીઓનું સાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ આ વર્ષ દરમ્યાન શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો. જેમાં બાળકો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલની ટુર્નામેન્ટનું આયોજન, તે સિવાય ટેબલ ટેનિસ, લુદો, ક્રોસવર્ડ, કેરમ, વગેરે જેવી રમતોમાં બાળકોને સામેલ કરવામા આવ્યા હતા. આ વર્ષે બાળકો માટે સંગીતના વર્ગો પણ સારું કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોને હાર્મોનિયમ, ઢોલક અને તબલાના વર્ગો લેવામાં આવે છે. આ વર્ષે છાત્રાલયમાં કરવામાં આવેલા સૌચલયની માહિતી, વાયરિંગનું નવિનીકરણ જેવી માહિતી આપવામાં આવી હતી. આ સિવાય છાત્રાલયમાં પોઇન્ટ સિસ્ટમ મુજબ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને વાલીઓની હાજરીમાં બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા.
Best boy sr- Rajesh (9std)
Best boy jr- Rutvik (7 std)
Best artist- Nilesh (10std)
Best sportsman- Jaydeep.povin (9 std)
Best captain- jeevan (10 std)
[11/8, 1:33 PM] Br Alan Manual PT Kawant: Team points
1. Mickey - 2852
2. Savio- 2849
3. bosco -2772
4. Rua -2711
ઉપરોક્ત મુજબ બાળકોને ઈનામ આપવમાં આવ્યા હતા.
On July 16, 2023 Don Bosco chatralay and Nikol Bhavan Chatralay leader's training was held at Don Bosco campus Kawant. 30 girls leaders of girls boarding and 27 boys leaders of the boys boarding were given understanding of what is leadership? It's a definition, concept, qualities and requisite of good leaders were explained through PPT, Video clips from Chak de India etc. Fr. Mayank Parmar sdb and Sr. Rohini Jadav OP animated the leaders during morning hours. These young children are embibing the good qualities of leaders by exercising their leadership in their respective groups.
16 જુલાઇ, 2023 ના રોજ ડોન બોસ્કો ચત્રાલય અને નિકોલ ભવન ચત્રાલયના નેતાની તાલીમ ડોન બોસ્કો કેમ્પસ કવાંટ ખાતે યોજાઈ હતી. ગર્લ્સ બોર્ડીંગના 30 ગર્લ્સ લીડર અને બોયઝ બોર્ડીંગના 27 લીડરોને લીડરશીપ શું છે તેની સમજ આપવામાં આવી હતી? તેની વ્યાખ્યા, ખ્યાલ, ગુણો અને સારા નેતાઓની આવશ્યકતાઓને PPT, ચક દે ઈન્ડિયા વગેરેની વિડિયો ક્લિપ્સ દ્વારા સમજાવવામાં આવી હતી. મયંક પરમાર sdb અને Sr. Rohini Jadav OP એ સવારના કલાકો દરમિયાન નેતાઓને એનિમેટેડ કર્યા. આ નાના બાળકો પોતપોતાના જૂથોમાં નેતૃત્વની કવાયત કરીને નેતાઓના સારા ગુણોને આત્મસાત કરી રહ્યા છે.
Investure ceremony of the boys and girls boarding leaders was held on the occasion of the feast day celebration of St. Dominic Savio on July 6, 2023. It was a very meaningful ceremony as the boarding captain n vice captain took oath to be committed to their duties. It was nice to both boys and girls together taking the oath.
6 જુલાઈ, 2023 ના રોજ સેન્ટ ડોમિનિક સેવિયોના તહેવાર દિવસની ઉજવણીના પ્રસંગે બોયઝ અને ગર્લ્સ બોર્ડિંગ લીડર્સનો રોકાણ સમારોહ યોજાયો હતો. તે ખૂબ જ અર્થપૂર્ણ સમારોહ હતો કારણ કે બોર્ડિંગ કેપ્ટન અને વાઈસ કેપ્ટને તેમના માટે પ્રતિબદ્ધ રહેવાના શપથ લીધા હતા. ફરજો છોકરાઓ અને છોકરીઓ બંનેને એકસાથે શપથ લેવાનું સારું લાગ્યું.
Don Bosco Hostel, Kawant First Parent Meeting Academic Session 2023-24: The first meeting of parents of hostel children was held on July 2, 2023 at 11.00 am. In the presence of Don Bosco Hostel Manager Fr Mayank Parmar, Deputy Manager Fr Rixin, Manager Fr Shaun, Cleric Allan, and Boarding Masters of Don Bosco Hostel managed by Kwant Education Society, with the aim of clarifying the rules of the hostel and seeking cooperation from parents who have studied in the hostel before. A committee was formed. It was decided that this committee would meet frequently and help the management by taking suggestions from the parents for the progress of the children in the hostel. At present there are 225 children living in the hostel and more than 180 parents of children attended this parent meeting and made the meeting a success.
ડોન બોસ્કો છાત્રાલય, કવાંટ પ્રથમ વાલી મિટિંગ શૈક્ષણિક સત્ર 2023-24: જુલાઈ 2, 2023ના રોજ સવારે 11.00 કલાકે છાત્રાલયમાં રહેતા બાળકોના વાલી ઓની પ્રથમ મીટિંગ રાખવામાં આવી હતી. કવાંટ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દોન બોસ્કો છાત્રાલયના મેનેજર Fr મયંક પરમાર, ઉપમેનેજર ફાધર રિક્સિન, વ્યવસ્થાપક ફાધર શૌન, ક્લેરિક એલન, અને બોર્ડિંગ માસ્ટરો ની ઉપસ્થિતિ માં છાત્રાલયના નિયમો ની સ્પષ્ટતા તેમજ વાલી ઓનો સાથ સહકાર મેળવવાના હેતુથી જે વાલી મિત્રો અગાઉ છાત્રાલયમાં અભ્યાસ કરી ગયા છે તેમની એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ અવારનવાર મળીને છાત્રાલય માં કેવી રીતે બાળકોની પ્રગતિ થઈ શકે એ માટે વાલી તરફથી સૂચનો લઈ management સાથે રહી મદદરૃપ થશે એવું નક્કી કરવામાં આવ્યું. હાલમાં છાત્રાલય માં 225 બાળકો રહે છે અને આ વાલી મીટિંગ માં 180 થી વધારે જેટલા બાળકોના વાલી ઓએ હાજર રહી મીટિંગ સફળ બનાવી હતી.