શાળાનો ધ્યેય: સફળ શિક્ષણ શ્રેષ્ઠ જીવન (ગુજરાતી માધ્યમ )
Vision Statement: Leaders today, Leaders tomorrow (English Medium)
The teacher who can arouse a feeling for one single good action, for one single good poem, accomplishes more than he who fills our memory with rows and rows of natural objects, classified with name and form. ~ Don Bosco
"વિજેતાઓ ક્યારેય હાર નથી માનતા અને હાર માનનારા ક્યારેય વિજેતા બની શકતા નથી" – વાર્ષિક રમતોત્સવ ૨૦૨૫ ઉત્સાહ સાથે ઉજવાયો
વાર્ષિક રમતોત્સવ ૨૦૨૫ ખૂબ ઉત્સાહ અને સાચા ક્રીડાપ્રેમની ભાવના સાથે ઉજવાયો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં હૃદયપૂર્વક ભાગ લીધો, તેમના ધૈર્ય, ઊર્જા અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. આ ઉત્સવોએ ધીરજ, ન્યાયપૂર્વકની રમત અને પ્રતિબદ્ધતાની મૂલ્યોને ઉજાગર કર્યા, જે આ મંતવ્યને મજબૂત બનાવે છે કે વિજેતાઓ ક્યારેય હાર માનતા નથી અને હાર માનનારા ક્યારેય વિજેતા બની શકતા નથી.
Winners never quit and quitters never win - the annual sports meet 2025 celebrated with great enthusiasm and true sportsmanship spirit.
ડૉન બોસ્કો હાઇસ્કૂલ કવાંટ ખાતે ૩૧મો વાર્ષિક રમતોત્સવ ઉજવાયો
યુવા પ્રવૃત્તિઓ માટે મોખરાનું સ્થાન ધરાવનાર કવાંટની ડૉન બોસ્કો હાઇસ્કૂલે તા. ૨૫મી નવેમ્બરના રોજ પોતાનો ૩૧મો વાર્ષિક રમતોત્સવ આનંદ અને ઉત્સાહભેર ઉજવ્યો હતો. પ્રસ્તુત રમતોત્સવમાં અતિથિ વિશેષ તરીકે અલીરાજપુરના ફાધર મેથ્યુ કટારા ઉપસ્થિત રહ્યાં હતા. સ્પોર્ટ ડે ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મશાલ પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં અતિથિ ફાધરો અને સીસ્ટરો સહભાગી થયા હાતાં. ત્યારબાદ ફલેગ માર્ચ થઇ હતી જેમાં સ્કાઉટ ગાઇડના નેતૃત્વ હેઠળ શાળાની જુદીજુદી ટૂકડીઓએ સંગીતના સુરે કદમતાલ કરીને અતિથિઓનું સેલ્યુટ દ્વારા અભિવાદન કર્યું હતું. આ પ્રસંગો પ્રાર્થના નૃત્ય, સાંસ્કૃતિક નૃત્ય, ઝુંબા ડાન્સ તથા પિરામીડ જેવા પરફોર્મન્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવમાં આવ્યા હતા. ડૉન બોસ્કો કવાંટના રેક્ટર ફાધર ડૉ. Mayank Parmar દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું હતું. ડૉન બોસ્કો હાઇસ્કૂલ ગુજરાતી માધ્યમનો ૩૧મો જ્યારે અંગ્રેજી માધ્યમનો ૮મા રમતોત્સવને ટાણે આચાર્ય ફાધર Ajay Shelke તથા ફાધર Agnel Dias દ્વારા મહત્વની ભૂમિકાઓ અદા થઈ હતી. આજના દિવસે ૫૦થી માંડીને ૮૦૦ મીટર દોડ, લાંબીકુદ, ગોળાફેંક. ચક્રફેંક, ભાલાફેંક, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, લીંબુ ચમચી, કોથળા દોડ, પેનલ્ટી ગોલ, બુક બેલેન્સ જેવી રમતોનું આયોજન થયું હતું જેમાં સિનિયર વિભાગ ભાઇઓમાં રાઠવા આદિત, સિનિયર વિભાગ બહેનોમાં ભીલ સુરેખા, જુનિયર વિભાગ ભાઇઓમાં રાઠવા ઋત્વિક, જુનિયર વિભાગ બહેનોમાં રાઠવા હંસા, મધ્યમ વિભાગ ભાઇઓમાં રાઠવા વિશાલ, મધ્યમ વિભાગ બહેનોમાં રાઠવા દ્રષ્ટિની સાથોસાથ વાદળી, પીળી અને લીલી એમ સમગ્ર ટૂકડીઓ પણ વિજેતા થઇ હતી જેમને પ્રમાણપત્રો તથા ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બ્રધર મેલ્વિન, બ્રધર અંકિત તથા સ્ટાફ ખડે પગે રહ્યો હતો.
31st Annual Sports Day Celebrated at Don Bosco High School, Kawant
Don Bosco High School, Kawant, which holds a prominent place in youth activities, celebrated its 31st Annual Sports Day with joy and enthusiasm on November 25. Father Mathew Katara from Alirajpur was present as the chief guest for the occasion.
The Sports Day began with the lighting of the lamp and torch, in which the guest fathers and sisters also participated. This was followed by a flag march, led by the Scout and Guide team, where different school contingents saluted the guests to the rhythm of music.
The programme included performances such as prayer dance, cultural dance, Zumba, and pyramid displays, presented by the students. Father Dr. Mayank Parmar, Rector of Don Bosco Kawant, delivered a speech appropriate to the occasion. For this Sports Day, it was the 31st edition for the Gujarati-medium school and the 8th edition for the English-medium school, with the school principals Father Ajay Shelke and Father Agnel Dias playing significant roles.
On this day, events such as 50 to 800-meter races, long jump, shot put, discus throw, javelin throw, standing broad jump, lemon-and-spoon race, sack race, penalty goal, and book balance were organized. The winners were:
Senior Boys: Rathwa Adit
Senior Girls: Bhil Surekha
Junior Boys: Rathwa Ritvik
Junior Girls: Rathwa Hansa
Middle Boys: Rathwa Vishal
Middle Girls: Rathwa Drashti
Additionally, the Blue, Yellow, and Green teams also emerged as overall winners and were honored with certificates and trophies.
Throughout the programme, Brother Melvin, Brother Ankit, and the staff were actively present and supervising the events.
ખેલ મહાકુંભમાં ડોન બોસ્કો કવાંટની અંડર-14 બાસ્કેટ બોલ ટીમે બાજી મારી.
ડોન બોસ્કો કવાંટ ખાતે તા. 20મી નવેમ્બરના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી. સવારે 9ઃ00 કલાકે સંસ્થાના રેક્ટર ફાધર ડોક્ટર મયંક પરમાર, શાળાના આચાર્ય ફાધર અજય તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય ફાધર આગ્નેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં ઓપન, અંડર-14 અને અંડર-17 એમ ત્રણ કેટેગરીની ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં અંડર -૧૪માં ડોન બોસ્કો કવાંટની ટીમે બાજી મારી હતી જ્યારે ઓપનમાં કવાંટ FC અને અંડર -૧૭માં ડોન બોસ્કો છોટાઉદેપુરની ટીમ વિજેતા થઈ હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે હવે આ ટીમ ઝોન કક્ષાએ રમશે.
Don Bosco Kawant’s Under-14 Basketball Team Triumphs at Khel Mahakumbh
On November 20, a basketball tournament under the Khel Mahakumbh was organized at Don Bosco Kawant. The tournament was held at 9:00 a.m. in the presence of the institution’s Rector, Father Dr. Mayank Parmar; the school principal, Father Ajay; and the English-medium principal, Father Agnel. The tournament was conducted in three categories: Open, Under-14, and Under-17. In the Under-14 category, Don Bosco Kawant’s team emerged victorious, while Kawant FC won in the Open category and Don Bosco Chhota Udepur’s team won in the Under-17 category. It is noteworthy that the winning teams will now compete at the zonal level.
ખેલ મહાકુંભમાં ડોન બોસ્કો કવાંટની અંડર-14 બાસ્કેટ બોલ ટીમે બાજી મારી.
ડોન બોસ્કો કવાંટ ખાતે તા. 20મી નવેમ્બરના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી. સવારે 9ઃ00 કલાકે સંસ્થાના રેક્ટર ફાધર ડોક્ટર મયંક પરમાર, શાળાના આચાર્ય ફાધર અજય તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય ફાધર આગ્નેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં ઓપન, અંડર-14 અને અંડર-17 એમ ત્રણ કેટેગરીની ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં અંડર -૧૪માં ડોન બોસ્કો કવાંટની ટીમે બાજી મારી હતી જ્યારે ઓપનમાં કવાંટ FC અને અંડર -૧૭માં ડોન બોસ્કો છોટાઉદેપુરની ટીમ વિજેતા થઈ હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે હવે આ ટીમ ઝોન કક્ષાએ રમશે.
Don Bosco Kawant’s Under-14 Basketball Team Triumphs at Khel Mahakumbh
On November 20, a basketball tournament under the Khel Mahakumbh was organized at Don Bosco Kawant. The tournament was held at 9:00 a.m. in the presence of the institution’s Rector, Father Dr. Mayank Parmar; the school principal, Father Ajay; and the English-medium principal, Father Agnel. The tournament was conducted in three categories: Open, Under-14, and Under-17. In the Under-14 category, Don Bosco Kawant’s team emerged victorious, while Kawant FC won in the Open category and Don Bosco Chhota Udepur’s team won in the Under-17 category. It is noteworthy that the winning teams will now compete at the zonal level.
કુપોષણને નાથવા તથા શારિરીક ક્ષમતાવર્ધનના હેતુસર ડૉન બોસ્કો ક્વાંટ ખાતે બાળમેળો યોજાયો.
કુપોષણને નાથવા શારિરીક ક્ષમતાવર્ધનના હેતુસર ડૉન બોસ્કો ક્વાંટ ખાતે તા.12મી નવેમ્બરના રોજ બાળમેળો યોજાયો. માજી વિદ્યાર્થી સંઘ કવાંટ, દિશા ડૉન બોસ્કો તથા વાલી વિદ્યાર્થી મંડળ કવાંટના સંયુક્ત ઉપક્રમે શાળાના પટાંગણમાં સવારના ૯:૦૦ થી બપોરના ૧૨:૦૦ સુધી ચાલેલા આ મેળામાં વિવિધ રમતો દ્વારા બાળકોના શારિરીક વિકાસને વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નિરોગી બાળ સ્વસ્થ્ય સમાજ પર ધ્યાન દોરવાના ભાગરૂપે યોજાયેલ પ્રસ્તુત બાળમેળામાં તૈયાર પડીકા પ્રોડેક્ટસ (જંકફૂડ)ને સ્થાને સંસ્થાના સંકુલમાં બાળ આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાવેલ પાણીપુરી, વેજ પુલાવ, ભજીયાં, રસના, ભેળપૂરી તથા અન્ય પૌષ્ટિક આહારના વિવિધ સ્ટોલ કરવામાં આવ્યા હતા. બાળકોના સ્વાસ્થ્ય અને આનંદને વધારનાર આ આનંદ મેળામાંથી થનાર આવકને જરૂરિયાતમંદો માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના રેકટર ડૉ.ફાધર Mayank Parmar , શાળાના આચાર્ય ફાધર Ajay Shelke , ફાધર Agnel Dias , વહીવટદાર બ્રધર મેલ્વિન, નિકોલભવનના સિસ્ટરો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Children’s Fair Organized at Don Bosco Kwant to Combat Malnutrition and Enhance Physical Fitness
With the objective of combating malnutrition and enhancing physical fitness, a Children’s Fair was organized at Don Bosco Kwant on November 12. This fair, jointly organized by the Kawant Alumni Association, DISHA Don Bosco, and the Parent–Teacher Association of Kawant, was held on the school grounds from 9:00 a.m. to 12:00 noon. Through various games, efforts were made to promote the physical development of children.
As part of raising awareness about a healthy child and a healthy society, the fair avoided ready-made packaged products (junk food). Instead, keeping children’s health in mind, various stalls offering nutritious food such as pani puri, veg pulao, bhajiyas, rasna, bhel puri, and other healthy items prepared within the campus were set up. The income generated from this joyful fair, which enhanced children’s health and happiness, will be utilized for the benefit of the needy.
On this occasion, the Rector of the institution, Dr. Father Mayank Parmar; the school principal, Father Ajay Shelke; Father Agnel Dias; the administrator, Brother Melvin; the Sisters of Nikolahvan; students; and a large number of parents were present.
ડૉન બોસ્કો કવાંટ ખાતે ત્રિદિવસીય દિવાળી કેમ્પનો આજથી શુભારંભ
કવાંટ તાલુકાની શૈક્ષણિક આલમમાં મહત્વનું સ્થાન ધરાવનાર ડૉન બોસ્કો કવાંટ ખાતે આજે સવારે ૯:૦૦ વાગે ઇનોગ્રેશન કાર્યક્રમથી ત્રિદિવસીય દિવાળી કેમ્પની શરૂઆત થઈ છે. આ પ્રસંગે સંસ્થાના રેકટર ફા. ડૉ. Mayank Parmar , શાળાના આચાર્ય તથા વાઇસ રેકટર ફા. Ajay Shelke , અંગ્રેજી માધ્યમના આચાર્ય તથા હોસ્ટેલ ઇન્ચાર્જ ફા. Agnel Dias , સંસ્થાના વહીવટદાર બ્રધર મેલ્વિન, બ્રધર અંકિત, સિસ્ટર હીના, તાલીમકાર Ratilal R Jadav , હસમુખ ક્રિશ્ચિયન, આનંદ મેકવાન તથા દિશા સ્ટાફ અરવિંદ રાઠવા અને નરેશ રાઠવા ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રાસંગિક પ્રવચનમાં ફાધર મયંકે પ્રસ્તુત વર્કશોપને જીવન ઉપયોગી બનાવવા ધોરણ ૮,૯ ના શિબિરાર્થીઓને હાંકલ કરી હતી.ફાધર અજયે રતન ટાટા તથા ફાધર આગ્નેલે સ્ટીવ જોબ્સના દૃષ્ટાંત દ્વારા પ્રસ્તુત કેમ્પને વ્યક્તિત્વ વિકાસની ઉમદા તક સાથે જોડ્યો હતો. બ્રધર મેલ્વિન તથા સિસ્ટર હીનાએ પોતીકા અનુભવો શેર કરીને કેમ્પનું મહત્વ સમજાવ્યું હતું.
કેમ્પના પ્રથમ દિવસે
- મીડિયાનું મહત્વ તથા તાકાત
- લોકશાહીમાં મીડિયાનો રોલ
- લોકમત ઘડવામાં મીડિયાનો રોલ
- મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ
- પ્રજાકીય વિકાસમાં મીડિયાની ભૂમિકા....જેવા ઘણા મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી. આજના વિષયને બારીકાઇથી સમજવા માટે પીપલી લાઈવ અને રણ જેવી ફિલ્મો દર્શાવવામાં આવી હતી.
કવાંટ ડૉન બોસ્કો હાઇસ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.
15મી સપ્ટે.ના રોજ કવાંટ ખાતે આવેલી ડૉન બોસ્કો હાઇસ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ જળવિદ્યુત, સોલરવિદ્યુત, ખેતરના પીએચની ચકાસણી, દ્વનિમાં રહેલ ઉર્જાની ચકાસણી, પોટેટો ગન, પ્લાઝ્મા કેનલગન જેવા નાના મોટા 40 જેટલા મોડેલ રજુ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના રેક્ટર ફાધર ડૉ. મયંક પરમાર દ્વારા પ્રેરણાત્મક પ્રવચન પુરું પાડવામાં આવ્યું હતું. પ્રસ્તુત વિજ્ઞાન મેળાની મુલાકત લીટલ ફ્લાવર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ કવાંટ, સેંટ દોમેનિકન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ કવાંટ, ડૉન બોસ્કો સ્કૂલ છોટાઉદેપુર, વિદ્યા વિનય પ્રા.સ્કૂલ કવાંટ જેવી શાળાઓના વિદ્યાર્થી તથા દિશા સંસ્થાના તાલિમાર્થીઓએ લીધી હતી. આ પ્રસંગે ડૉન બોસ્કો ઈંગ્લીશ મીડિયમ હાઇસ્કુલ કવાંટના આચાર્ચ ફાધર આગ્નેલ દ્વારા સહુ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરીને વિજ્ઞાન મેળાના સફળ આયોજન બદલ સ્ટાફ મિત્રોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Science Fair organized at Don Bosco High School, Kawant
On 15 September, a Science Fair was organized at Don Bosco High School, Kawant. In this fair, the students of the school presented around 40 small and large models, including hydroelectric power, solar power, testing of soil pH in fields, testing of energy in sound, potato gun, and plasma cannon gun. On this occasion, the Rector of the institution, Father Dr. Mayank Parmar, delivered an inspiring address.
Students from schools such as Little Flower English Medium School Kawant, St. Dominican English Medium School Kawant, Don Bosco School Chhota Udepur, Vidya Vinay Primary School Kawant, as well as trainees from the Disha Institute, visited the science fair. On this occasion, Father Agnel, Principal of Don Bosco English Medium High School, Kawant, expressed gratitude to everyone and congratulated the staff for the successful organization of the science fair.
Thanks to Press media for publishing the news in your esteemed news paper.
અંડર-14 બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ડોન બોસ્કો કવાંટની ટીમ જીલ્લા કક્ષાએ વિજેતા.
9મી સપ્ટે.2025ના રોજ છોટાઉદેપુરમાં આવેલ ડોન બોસ્કો મેદાન ખાતે સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાયેલ જીલ્લા કક્ષાની અંડર-14 બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ડોન બોસ્કો હાઇસ્કૂલ કવાંટની ટીમે છોટાઉદેપુરની ટીમને 15-0 થી હરાવીને રાજ્ય કક્ષા માટે ક્વાલીફાય કર્યું છે. ડોન બોસ્કો કવાંટની ટીમની આ સફળતાનો શ્રેય કોચ અજય રાઠવા, ટીમના ખેલાડીઓ, શાળાના આચાર્ય ફાધર અજય, ફાધર આગ્નેલ તથા સ્ટાફને ફાળે જાય છે.
On 9 September 2025, at the Don Bosco ground in Chhota Udepur, during the district-level Under-14 Basketball Tournament organized by the School Games Federation of India (SGFI), the Don Bosco High School, Kawant team defeated the Chhota Udepur team 15–0 and qualified for the state level. The credit for this success goes to coach Ajay Rathwa, the team players, the school principal Father Ajay, Father Agnel, and the staff.
ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે શિક્ષક દિન ઉજવાયો.
તા. 04/09/2025ના રોજ છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથક કવાંટ ખાતે આવેલી ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટમાં શિક્ષકદિન ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા અદા કરીને શિક્ષક તરીકેની અનુભૂતિ કરી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના માનમાં ઉજવાયેલ આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ધો- ૮ અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીનીઓના પ્રાર્થના નૃત્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના રેક્ટર ફાધર ડૉ. મયંક પરમારે વાર્તા કથન દ્વારા આજના દિવસનો મહિમા સમજાવ્યો હતો. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેમણે શિક્ષકોને પથદર્શક ગણાવ્યા હતા. ત્યારબાદ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો રીમીક્સ ડાન્સ, ધો-9 ની વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલું નાટક, ધો-7 ની વિદ્યાર્થીનીઓનું ગીત જેવા વિવિધ કાર્યક્રમોએ વાતાવરણને આનંદ અને ઉલ્લાસ ભર્યું બનાવી દીધું હતું. વિદ્યાર્થીઓના કાર્યક્રમ બાદ શિક્ષકોએ પણ ડાન્સ અને રમતોમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. આ પ્રસંગે માજી વિદ્યાર્થી સંઘ કવાંટ તથા પી.ટી.એ. ના સભ્યોએ હાજર રહીને તમામ શિક્ષકોને શોલ ઓઢાડી, મોમેન્ટો આપીને સન્માનિત કર્યાં હતા. આ દિવસે બોસ્કોગ્રામ સામયિક પણ લોંચ કરવામાં આવ્યું હતું. સફળ અને પ્રેરણાત્મક ઉજવણી બદલ શાળાના આચાર્ય ફાધર અજય તથા કોકિલા ટીચર દ્વારા સહુનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધો-10 ના વિદ્યાર્થીઓએ કર્યું હતું.
Teacher’s Day was celebrated at Don Bosco High School, Kawant on 04/09/2025. Students took on the roles of teachers and experienced teaching for a day. The program began with a prayer dance by Std. 8 English Medium students. Father Dr. Mayank Parmar explained the importance of Teacher’s Day and praised teachers as guides. Cultural events such as dances, drama, and songs by students of Stds. 7, 9, and 10 created a joyful atmosphere. Teachers also participated in dances and games. Past Pupils’ Association and PTA members honored teachers with shawls and mementos. The “Boscogram” magazine was launched, and Father Ajay and Kokila Teacher thanked everyone. The program was managed by Std. 10 students.
જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ પ્રથમ નંબરે.
તા. 01/09/2025 ના રોજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઇસ્કુલ પાવી જેતપુર ખાતે જીલ્લાકક્ષાની કલા-મહાકુંભ સ્પર્ધા 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, સંખેડા અને પાવી જેતપુર એમ મળીને પાંચ તાલુકામાં લોકનૃત્યમાં પ્રથમ નંબરે આવેલ ટીમોની હરિફાઇ યોજાય હતી. પ્રસ્તુત સ્પર્ધામાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટની ટીમે વાજીંત્રોના તાલે, આનંદ અને ઉલ્લાસથી આદિવાસી લોકનૃત્ય રજું કરીને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હવે આ ટીમ ઝોનકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટની આ સફળતાનો શ્રેય શાળાના આચાર્ય ફાધર અજય, ફાધર આગ્નેલ, સ્ટાફ તથા આદિવાસી નૃત્યની ટીમને ફાળે જાય છે.
Both teams stood first at District level at Kala Mahakumbh on Sep 1, 2025.
our warmest congratulations to our talented students and dedicated teachers for achieving the top rank at the District level in the Kalamahakumbha competition! This remarkable achievement is a testament to the hard work and dedication of both our students and teachers.
Our U-14 and U-17 teams excelled at the Taluka level, securing the first rank, and went on to win at the District level, held at Pavijatpur. A huge congratulations to Sirs Govind, Ganesh, and Deepak for guiding our students to success. Your efforts have truly paid off!
Wishing our students and teachers all the best for their future endeavors. Once again, congratulations on this outstanding achievement.
તાલુકા કક્ષાએ વિજેતા બન્યા બાદ ડૉન બોસ્કો કવાંટની ટીમલી ટીમ આજે પાવી જેતપુર ખાતે કલા મહાકુંભમાં પોતાની કલા રજૂ કરશે.
After becoming winners at the taluka level, the Teamli team of Don Bosco Kawant will present their art today at the Kala Mahakumbh in Pavi Jetpur.
All the best to all of you.
Grand parents day celebration at Don Bosco Schools (Guj-Eng) Kawant on August 21, 2025. The children garlanded their grand parents. The grand parents expressed their gratitude to the management and schools for organising this event. This was a memorable experience for all.
21 ઓગસ્ટ, 2025ના રોજ ડૉન બોસ્કો સ્કૂલ્સ (ગુજરાતી–અંગ્રેજી), કવાંટ ખાતે દાદા–દાદી દિવસની ઉજવણી કરવામાં આવી. બાળકો દ્વારા તેમના દાદા–દાદીને હાર પહેરાવવામાં આવ્યા. દાદા–દાદીઓએ આ કાર્યક્રમના આયોજન બદલ સંચાલન અને શાળાનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગ સૌ માટે એક યાદગાર અનુભવ રહ્યો.
79th Independence Day Celebrated at Don Bosco Kawant Under the Chairmanship of a Retired Soldier
On 15th August 2025, the 79th Independence Day was grandly celebrated at Don Bosco Kawant under the chairmanship of former Don Bosco Kawant student Chennsing Rathwa, who retired after serving 18 years in the Indian Army.
The cultural programmes presented by the students captivated everyone.
The event was graced by the presence of the institution’s Rector Rev. Fr. Dr. Mayank Parmar, School Principal Rev. Fr. Ajay, Rev. Fr. Agnel, Administrator Br. Melvin, Br. Ankit, school staff, Bridge Course trainees, staff of Disha organization, alumni, and current students.
ડૉન બોસ્કો કવાંટ ખાતે નિવૃત્ત સૈનિકની અધ્યક્ષતામાં ૭૯મો સ્વાતંત્રતા દિન ઉજવાયો.
તા. ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ડૉન બોસ્કો કવાંટ ખાતે સેનામાં ૧૮ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયેલા ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટના ભૂતપૂર્વ વિદ્યાર્થી ચેનસિંગ રાઠવાની અધ્યક્ષતામાં ૭૯મો સ્વતંત્રતા દિન ધામધુમથી ઉજવાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સંસ્થાના રેકટર ફાધર ડૉ. મયંક પરમાર, શાળાના આચાર્ય ફાધર અજય, ફાધર આગ્નેલ, વહીવટદાર બ્રધર મેલ્વિન, બ્રધર અંકિત, શાળાનો સ્ટાફ, બ્રિજ કોર્સના તાલીમાર્થીઓ, દિશા સંસ્થાનો સ્ટાફ, ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા વર્તમાન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Don Bosco Past Pupils gathering at Don Bosco Kawant on August 10, 2025
ડૉન બોસ્કો કવાંટ ખાતે ૧૦ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ડૉન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મેળાવડો
World Tribal Day Celebrated at Don Bosco Kawant in the Presence of Padma Shri Paresh Rathwa
World Tribal Day was celebrated at Don Bosco High School Kawant on 08/08/2025 in the presence of Padma Shri awardee Shri Paresh Rathwa, who received the honour from the Honorable President of India, Smt. Droupadi Murmu, for his contribution in the field of art.
On this occasion, the invited guests delivered meaningful speeches, and the students presented cultural programmes highlighting tribal culture.
The event was graced by the presence of the institution's Rector Rev. Fr. Dr. Mayank Parmar, the school Principal Rev. Fr. Ajay Shelke, invited guests, and the school staff.
પદ્મશ્રી પરેશ રાઠવાની ઉપસ્થિતિમાં ડોન બોસ્કો કવાંટ ખાતે વિશ્વ આદિવાસી દિન ઉજવાયો.
કલા ક્ષેત્રે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજીના હસ્તે પદ્મશ્રી મેળવનાર શ્રી પરેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ડોન બોસ્કો હાઈસ્કૂલ કવાંટ ખાતે તારીખ 08/08/2025 ના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો. પ્રસંગને અનુરૂપ મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો અને વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના રેક્ટર ફાધર ડૉ. Mayank Parmar , શાળાના આચાર્ય ફાધર Ajay Shelke , આમંત્રિત મહેમાનો તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિતિ રહ્યો હતો.
Don Bosco Kawant’s Volleyball Team Shines at Taluka Level
On 7th August, at the Eklavya Model School, Kawant, the Under-17 Girls Volleyball Team of Don Bosco Kawant defeated the GLRS Saidiwasan team, securing victory at the taluka level. Very soon, the team will now compete at the district level.
The credit for this achievement goes to the dedicated players, Captain Kusum, Coach Ajay Rathwa, and the school leadership — Father Ajay Shelke (Principal, Gujarati Medium), Father Agnel Dias (Principal, English Medium), and all the staff members.
Adding yet another feather to Kawant’s crown, Father Dr. Mayank Parmar (Rector),Administrative Brother Melvin, Brother Ankit, and the entire Don Bosco Kawant family extend heartfelt congratulations and best wishes to the team.
ડૉન બોસ્કો કવાંટની વોલીબોલ ટીમે તાલુકા કક્ષાએ બાજી મારી.
તા. ૭મી ઑગસ્ટના રોજ એકલવ્ય મોડેલ સ્કૂલ કવાંટ ખાતે યોજાયેલી અંડર -૧૭ ગર્લ્સ વોલીબોલ ટીમમાં કવાંટ ડૉન બોસ્કોની ટીમે GLRS સૈદીવાસણની ટીમને હરાવીને તાલુકા કક્ષાએ બાજી મારી છે. ટુંક સમયમાં હવે જિલ્લા કક્ષાએ ઝળહળશે. કવાંટની ટીમની આ સિદ્ધિનો શ્રેય ખેલાડીઓ, કેપ્ટન કુસુમ, કોચ અજ્ય રાઠવા તથા શાળાના આચાર્ય ફાધર Ajay Shelke , ફાધર Agnel Dias એવમ સ્ટાફને ફાળે જાય છે. કવાંટની યશ કલગીમાં એક પીંછુ ઉમેરવા બદલ રેકટર ફાધર ડૉ. Mayank Parmar એડમીનીસ્ટ્રેટીવ બ્રધર મેલ્વિન, બ્રધર અંકિત તથા ડૉન બોસ્કો કવાંટના સહુ કોઈ તરફથી શુભેચ્છાઓ.
Friendship Gathering Program (Year 2025–2026)
We hope every former student attends along with their family. 🙏🙏
સ્નેહ મિલન કાર્યક્રમ વર્ષ 2025-2026 દરેક માંજી વિદ્યાર્થી પરિવાર સાથે આવો એવી આશાં...
Certificates Awarded to Trainees of the 'Bridge Course' at Don Bosco, Kawant.
On August 2nd, certificates were awarded to around 21 young men and women of the fourth batch who successfully completed the Bridge Course at Don Bosco, Kawant. At the same event, students of the fifth batch, starting from today, were given a warm welcome.
Present as chief guests on the occasion were Rotary Club Jawaharnagar, Vadodara President Mr. Mitesh Vadhai, former President Mr. Umed Fifadra, Mr. Manoj Adalja, Mr. Kirit Dholakia, Rector of Don Bosco Kawant Father Dr. Mayank Parmar, School Principal Father Ajay, Father Agnel, Brother Melvin, and Muni Seva Ashram Goraj representative Mr. Rajeshbhai. Their presence added grace to the event.
ડૉન બૉસ્કો કવાંટ ખાતે ' બ્રિજ કોર્સ ' ના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા.
તા. ૨જી ઓગસ્ટના રોજ ડૉન બૉસ્કો કવાંટ ખાતે બ્રિજ કોર્સને સફળ રીતે પૂર્ણ કરનારા ચોથી બેચના ૨૧ જેટલા તાલીમાર્થી યુવક યુવતીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા જ્યારે આજથી શરૂ થનાર પાંચમી બેચના વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ, જવાહરનગર વડોદરાના પ્રમુખ શ્રી મિતેષ વધાઈ, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ઉમેદ ફિફદ્રા, શ્રી મનોજ અડાલજા, શ્રી કિરીટ ધોળકિયા, ડૉન બોસ્કો કવાંટના રેકટર ફાધર ડૉ. મયંક પરમાર, શાળાના આચાર્ય ફાધર અજય, ફાધર આગ્નેલ, બ્રધર મેલ્વિન, મુનિ સેવા આશ્રમ ગોરજના શ્રી રાજેશભાઈ જેવી હસ્તીઓએ અતિથીઓ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.
Don Bosco Kawant Football Team Departs for State-Level Matches in Surat
The Under-15 football team of Don Bosco Kawant has departed today for Surat to participate in the state-level matches of the Subrato Cup. On 16th July, the team qualified for the state level by defeating Ma Ma Margaret’s team 4-0 in the district-level tournament held at Chhotaudepur.
It is also noteworthy that the Under-17 girls’ team of Don Bosco Kawant has departed today for Vadgam, Mehsana district to participate in the state-level tournament.
Coach Vijay Rathwa, both team captains, and all players are wished the best to perform impressively and add a new chapter to the glory of Don Bosco Kawant. Heartfelt best wishes have been extended on behalf of Rector Father Mayank, Principal Father Ajay (Gujarati Medium), Principal Father Agnel (English Medium), Administrator Brother Melvin, and the entire staff.
ડૉન બોસ્કો કવાંટની ફૂટબોલ ટીમ રાજ્ય કક્ષાએ રમવા સુરત જવા રવાના.
સુબ્રતો કપમાં રાજ્ય કક્ષાએ રમવા માટે ડૉન બોસ્કો કવાંટની અંડર-૧૫ ફૂટબોલ ટીમ આજે સુરત જવા રવાના થઈ છે. ગત તારીખ ૧૬ જુલાઇના રોજ છોટાઉદેપુર ખાતે
યોજાયેલ જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં મા મા માર્ગારેટની ટીમને 4-0 થી હરાવ્યા બાદ કવાંટની ટીમે રાજ્ય કક્ષાએ ક્વાલીફાય કર્યું હતું.
અહીં એ ઉલ્લેખનીય છે કે ડૉન બોસ્કો કવાંટની અંડર-૧૭ ની ગર્લ્સ ટીમ પણ આજે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ રમવા માટે મહેસાણા જીલ્લાના વડગામ જવા રવાના થઈ છે. બન્ને ટીમો માટે કોચિંગ કરનાર વિજય રાઠવા સાહેબ, બન્ને કેપ્ટન અને ખેલાડીઓ આજે અપેક્ષિત પ્રદર્શન કરીને ડૉન બોસ્કો કવાંટની યશ ગાથામાં નવો અધ્યાય જોડે તેવી રેકટર ફાધર મયંક, આચાર્ય ફાધર અજય (ગુજ. માધ્યમ), આચાર્ય ફાધર આગ્નેલ (અંગ્રેજી. માધ્યમ), એડમીનીસ્ટ્રેટર બ્રધર મેલ્વિન તથા સમગ્ર સ્ટાફ તરફથી શુભેચ્છાઓ.
Don Bosco Kawant Football Team Triumphs in Subrato Cup Tournament
On 16th July 2025, the Don Bosco Kawant football team emerged victorious in the Under-15 football tournament held at Chhotaudepur Police Ground, Khutaliya.
The tournament featured teams from Don Bosco Kawant, Chhotaudepur, Sunrise, Ma Ma Margaret, and Khutaliya. In the final round, Don Bosco Kawant defeated Ma Ma Margaret’s team 4-0, thereby qualifying for the state-level competition.
Credit for this achievement goes to Captain Aryan Mathur, Coach Vijay Rathwa, Principal Father Ajay, Father Agnel, and the entire staff.
The Kawant team will next compete at the state level against winning teams from various districts of Gujarat. The victorious team at the state level will be awarded the State Champion title.
સુબ્રતો કપ ટુર્નામેન્ટમાં ડોન બોસ્કો કવાંટની ફૂટબોલ ટીમે બાજી મારી.
તા. 16મી જુલાઇ, 2025ના રોજ છોટા ઉદેપુર પોલિસ ગ્રાઉન્ડ ખુટાલીયા ખાતે યોજાયેલ અંડર-15 ની ફૂટબોલ ટુર્નામેન્ટમાં ડોન બોસ્કો કવાંટની ટીમે બાજી મારી છે. પ્રસ્તૂત ટુર્નામેન્ટ ડોન બોસ્કો કવાંટ, છોટા ઉદેપુર, સન રાઇઝ, મા મા માર્ગરેટ તથા ખુટાલીયાની ટીમોએ ભાગ લીધો હતો. ડોન બોસ્કો કવાંટની ટીમે ફાઇનલ રાઉન્ડમાં મા મા માર્ગરેટની ટીમને 4-0 થી હરાવીને સ્ટેટ માટે ક્વાલીફાય કર્યુ છે. કવાંટ ટીમની આ સિદ્ધિનો શ્રેય કેપ્ટન આર્યન મથુર, કોચ વિજય રાઠવા, આચાર્ય ફા. અજય, ફા. આગ્નેલ તથા સમગ્ર સ્ટાફને ફાળે જાય છે. કવાંટની ટીમનો હવે પછીનો મુકાબલો રાજ્ય કક્ષાએ ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી વિજેતા બનીને આવેલી ટીમો સાથે હશે. જો એમાં વિજેતા બનશે તો સ્ટેટ ચેમ્પિયનનું ટાઇટલ મેળવશે.
Don Bosco Kawant Football Team Departs for Subrato Cup League Match
Today, the Don Bosco Kawant football team has departed for Chhotaudepur to play in the Subrato Cup league match.
Filled with enthusiasm, skill, energy, and confidence, the team is wished to once again claim the championship title. Heartfelt best wishes have been extended on behalf of Father Dr. Mayank Parmar (Rector), Father Ajay Shelke (Principal, Gujarati Medium), Father Agnel Dias (Principal, English Medium), Brother Melvin (Administrator), the entire staff, and the students.
ડૉન બોસ્કો કવાંટની ફૂટબોલ ટીમ સુબ્રતો કપની લીગ મેચ રમવા માટે આજે છોટા ઉદેપુર જવા રવાના થઈ છે. ઉત્સાહ, આવડત, એનર્જી અને આત્મવિશ્વાસ ભરપૂર આ ટીમ ફરીથી એકવાર ચેમ્પિયનનો ખિતાબ પ્રાપ્ત કરે તેવી ફાધર ડૉ. Mayank Parmar (રેકટર) ફાધર Ajay Shelke (આચાર્ય, ગુજ.માધ્યમ) ફાધર Agnel Dias (આચાર્ય, અંગ્રેજી માધ્યમ) બ્રધર મેલ્વિન (એડમીનીસ્ટ્રેટર) સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તરફથી અઢળક શુભેચ્છાઓ.
Workshop on Study Techniques Held at Don Bosco Kawant
A two-hour seminar on study techniques was organized at Don Bosco High School, Kawant, on 12th July with the aim of helping students learn various study methods so that they can choose the ones that suit them and complete their studies more effectively. The seminar was attended by 200 students of standards 9 and 10.
The seminar began with a welcome and introduction of the trainer, Hasmukh Christian, by the English-medium Principal, Father Agnel.
During the seminar, students were informed about well-known study techniques such as Pomodoro and Active Recall. Information was shared in an engaging manner using PowerPoint, covering what these techniques are, how they are useful, and the steps involved in implementing them.
School staff were also present at the event. Students expressed optimism that these different study techniques would greatly benefit their learning process.
ડૉન બોસ્કો કવાંટ ખાતે સ્ટડી ટેકનિક વિષયે વર્કશોપ યોજાયો.
વિદ્યાર્થીઓ જુદી જુદી સ્ટડી ટેકનિક વિષયે માહિતગાર બનીને પોતાને સાનુકૂળ લાગે તેનો ઉપયોગ કરી પોતાના અભ્યાસને અસરકારક રીતે પૂર્ણ કરી શકે તેવા હેતુથી ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે તા. ૧૨ જુલાઇના રોજ સ્ટડી ટેકનિક વિષયે બે કલાકનો એક સેમિનાર યોજાયો હતો જેમાં ધોરણ ૯ અને ૧૦ ના કુલ ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારની શરુઆતમાં અંગ્રેજી માધ્યમના આચાર્ય ફાધર આગ્નેલ દ્વારા તાલીમકાર હસમુખ ક્રિશ્ચિયનનો આવકાર અને પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રસ્તુત તાલીમમાં ' પોમોડોરો ', એક્ટિવ રિકોલ જેવી જાણીતી સ્ટડી ટેકનિકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ ટેકનિકો શું છે ? કેવી રીતે ઉપયોગી બને છે ? તેના ક્યા ક્યા સ્ટેપ્સ છે વિગેરેની માહિતી પાવર પોઇન્ટના માધ્યમથી રસપ્રદ શૈલીમાં પીરસવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. અભ્યાસની આ જુદી જુદી ટેકનિકોથી ઘણો ફાયદો થશે તેવો આશાવાદ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો.
‘School Leadership’ Training Held at Don Bosco Kawant
A training program on leadership was organized at Don Bosco High School, Kawant, on 3rd July 2025 with the objective of enhancing student management and developing leadership skills in students from an early age.
The program was attended by 50 students (25 boys and 25 girls) who were recently elected as monitors through a democratic process.
The training began with an introduction and welcome of the trainer, Mr. Hasmukh Christian, by the School Principal, Father Ajay Shelke.
During the training, various topics were covered using PowerPoint presentations, videos, and activities, including:
Definitions of leadership by different authors
Types and characteristics of leadership
Principles of leadership and skills required for its development
School leadership, duties, and responsibilities
The training aimed to equip students with confidence, responsibility, and effective leadership qualities to manage tasks and lead their peers.
ડૉન બોસ્કો કવાંટ ખાતે ' સ્કૂલ લીડરશીપ ' તાલીમ યોજાઈ.
વિદ્યાર્થી વ્યવસ્થાપન અસરકારક બને તથા વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીકાળથી જ નેતૃત્વનું કૌશલ્ય વિકસે તેવા અનેકવિધ હેતુઓને બર લાવવા તા. ૩ જી જુલાઈ ૨૦૨૫ના રોજ ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે નેતૃત્વ વિષયે તાલીમ યોજાઈ હતી જેમાં તાજેતરમાં લોકતાંત્રિક પદ્ધતિએ સંપન્ન થયેલી મોનીટરની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ૨૫ વિદ્યાર્થીઓ તથા ૨૫ વિદ્યાર્થીનીઓ એમ મળીને કુલ ૫૦ લોકોએ ભાગ લીધો હતો. તાલીમની શરૂઆત શાળાના આચાર્ય ફાધર અજય દ્વારા તાલીમકાર હસમુખ ક્રિશ્ચિયનના પરિચય તથા સ્વાગત થકી કરવામાં આવી હતી. પ્રસ્તુત તાલીમમાં જુદા જુદા લેખકો દ્વારા આપવામાં આવેલી નેતૃત્વની વ્યાખ્યાઓ, નેતૃત્વના પ્રકાર અને લક્ષણો, નેતૃત્વના સિદ્ધાંતો અને તેના વિકાસ માટે જરૂરી આવડતો, શાળાકીય નેતૃત્વ, ફરજો અને જવબદારીઓ જેવા અનેક મુદ્દાઓની છણાવટ પી.પી.ટી. વિડિયો અને પ્રવૃત્તિઓ મારફતે કરવામાં આવી હતી.
Provincial Team Visit on June 29, 2025 at Don Bosco Kawant. The Provincial team was welcomed with a shawl and a small welcome program was put up to welcome the team.
29 જૂન, 2025ના રોજ ડોન બોસ્કો કવાંટ ખાતે પ્રોવિન્શિયલ ટીમની મુલાકાત યોજાઈ હતી. પ્રોવિન્શિયલ ટીમનું શાલા પહેરાવીને ગરમજોશીથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમના આગમન અવસર પર એક નાનકડો સ્વાગત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.
One-Month Summer Camp Begins Today at Don Bosco Kawant
A one-month summer camp commenced today at Don Bosco Kawant. The camp will run with the theme “Dream, Run, and Believe.” Throughout the duration of the camp, expert coaching will be provided in various sports including football, hockey, basketball, badminton, and table tennis.
In addition to sports training, activities such as spoken English sessions, film screenings, fun and entertainment programs, and talent evenings have also been planned.
The camp was officially inaugurated in the presence of Father Dr. Mayank Parmar (Rector of Kawant), Father Ajay (Archer of the school), Father Agnel, Father Shaun (Administrator), Brother Vins, and Brother Rajni.
Teachers and around 70 students were also present on this occasion.
ડોન બોસ્કો કવાંટ ખાતે એક મહિના માટેના સમર કેમ્પનો આજથી આરંભ
ડોન બોસ્કો કવાંટ ખાતે આજથી એક મહિના સુધી કાર્યરત રહેનાર સમર કેમ્પનો આરંભ થયો છે. "Dream run and believe" ના થીમ સાથે સતત ધબકતો રહેનારા આ કેમ્પમાં ફૂટબોલ, હોકી, બાસ્કેટ બોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી રમતોનું નિષ્ણાતો થકી કોચિંગ કરાવવામાં આવશે. તદુપરાંત સ્પોકન ઈંગ્લીશ, ફિલ્મ દર્શન, મનોરંજન અને ટેલેન્ટ ઇવનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત કેમ્પને કવાંટના રેકટર ફાધર ડૉ. મયંક પરમાર, શાળાના આર્ચર ફા. અજય, ફા.
આગનેલ, એડમીનિસ્ટ્રેટર ફા. શોન, બ્ર. વિનસ, બ્ર. રાજની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે શિક્ષકો અને ૭૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
76 માં પ્રજાસત્તાક પર્વ ની હાર્દિક શુભકામનાઓ
Celebration of 76th Republic Day
13 જાન્યુઆરી 2025 ના રોજ કવાંટ ના ડોન બોસ્કો હાઈ સ્કૂલમાં ફાધર પ્રોવિંશિયાલનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારંભ બાદ શિક્ષકમંડળ સાથે એક બેઠક યોજાઈ.
Felicitation of Fr Provincial in the Don Bosco High School, Kawant assembly and meeting with teachers on January 13, 2025.
ડોન બોસ્કો હાઇસ્કુલ ગુજરાતી માધ્યમ કવાંટનો ત્રીસમો વાર્ષિકોત્સવ અને અંગ્રેજી માધ્યમ નો છઠ્ઠો વાર્ષકોત્સવ તારીખ 12મી ડિસેમ્બર 2024ના રોજ યોજાઈ ગયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ભાજપ પ્રમુખ છોટાઉદેપુર જીલ્લો અને અતિથિ વિશેષ તરીકે ફાધર મયંક ઉપસ્થિત રહ્યાં હતાં. આ દિવસે બાળકોને પ્રોત્સાહન આપવા સ્કોલરશીપ માજી વિધાર્થીઓના સહકારથી આપવામાં આવી હતી અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
The 30th Annual Day of Don Bosco High School Gujarati Medium Kawant and the 6th Annual Day of the English Medium were held on 12th December 2024. The chief guest for the event was Shri Upendra Bhai Rathwa, BJP President of Chhota Udepur District, and the special guest was Father Mayank. On this occasion, scholarships were awarded to encourage the students, with support from former students, and the children presented cultural programs.
"ડોન બોસ્કો કવાંટ સ્કૂલમાં 30 નવેમ્બર 2024ના રોજ ખેલ દિવસ ઉજવણી"
Sports day celebration at Don Bosco Kawant School on Nov 30, 2024.
"ફાધર અજય શેલકે, વાઈસ રેકટોર અને પ્રિન્સિપલનો જન્મદિવસ ઉજવણી
- 23 નવેમ્બર 2024, ડોન બોસ્કો કવાંટ"
Birthday Celebration of Fr Ajay Shelke Vice Rector, and Principal at Don Bosco Kawant on November 23, 2024.
ડોન બોસ્કો ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મળવા - 16 નવેમ્બર 2024, ડોન બોસ્કો કવાંટ
Past pupil of Don Bosco get together on November 16, 2024 at Don Bosco Kawant
દિવસ 4: ગોલ્ડન જ્યુબિલી સ્કાઉટ્સ અને ગાઈડ્સ કેમ્પ 2024 ના સમાપ્તિ સમારોહ અને ભાગીદારોને પુરસ્કાર વિતરણ
Day 4: Concluding ceremony and awards distribution to the participants of Golden jubilee Scouts and Guides Camp 2024.
ગ્રાન્ડ કેમ્પ ફાયર પર મંચ પર આદરનીય મહેમાનો
Grand camp fire dignitaries on the stage
સ્કાઉટ્સ અને ગાઈડ્સ કેમ્પ 2024 ના ત્રીજા દિવસે ગ્રાન્ડ કેમ્પ ફાયર સાથે સંસ્કૃતિક સાંજનું પ્રસ્તુતિ
Grand Camp Fire presenting cultural evening on day 3 at Scouts and Guides Camp 2024
સ્કાઉટ્સ અને ગાઈડ્સ કેમ્પ 2024 ના ત્રીજા દિવસે સંસ્કૃતિક પ્રસ્તુતિ માટે તૈયારી
Preparation for Cultural presentation on the third day of the Scouts and Guides Camp 2024
ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ ના જિલ્લા કમિશ્નર દ્વારા ત્રીજા દિવસે મુલાકાત અને નિરીક્ષણ
Visit and inspection of the District Commissioner of the Bharat Scouts and Guides on day 3
બપોરે ખોરાક પછી સત્ર: વિમુક્ત સમય પ્રવૃત્તિઓ: સ્કાબી વાયરનો ઉપયોગ કરીને મૈત્રી બાંધણાં બનાવવી
Post lunch session: Spare time activities: making friendship bands using scubby wire.
સ્કાઉટ્સ અને ગાઈડ્સ કેમ્પ 2024 ના ત્રીજા દિવસે એડવેન્ચર એવોર્ડ્સ પ્રવૃતિઓ
Adventure Awards Activities on the third day of the Scouts and Guides Camp 2024.
Day 3: Flag break ceremony
દિવસ 3: સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024: સવારે B.P. 6 વ્યાયામ.
Day 3: Scouts and Guides Camp 2024: morning BP 6 Exercises
દિવસ 2: ગુજરાત પ્રદેશમાં સેલેસિયન ઉપસ્થિતિઓના ગોલ્ડન જુબિલી ઉજવણી: સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024 - શારીરિક પ્રદર્શન - દિવસનો છેલ્લો ઇવેન્ટ.
Day 2: Golden Jubilee celebration of the Salesians Presences in the Gujarat Region: Scouts and Guides Camp 2024 - Physical Display - last event of the day.
દિવસ 2: સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024માં શારીરિક પ્રદર્શન માટેની તૈયારી ચાલી રહી છે.
Preparation for the physical Display is going on the second day of the Scouts and Guides Camp 2024.
દિવસ 2: ખાંડીબારા તરફ ટ્રેકિંગ - સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024.
Day 2: Trekking to Khandibara scouts and Guides Camp 2024
દિવસ 2: ધ્વજ વિધિ માટેની તૈયારી.
Day 2: arrangements for flag break
ગોલ્ડન જુબિલી સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024 - દિવસ 2: B.P. 6 વ્યાયામ.
Golden jubilee Scouts and Guides Camp 2024- Day 2 BP 6 exercises.
દિવસ 1નું છેલ્લું સેશન: દરેક ટૂંપા દ્વારા વિષય રજૂઆત
ગોલ્ડન જુબિલી ઓફ સેલેસિયન ઉપસ્થિતિઓ ગુજરાતમાં: સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024.
Theme Presentation by each troop was the last session of the
day 1: Golden jubilee of Salesian Presences in Gujarat: Scouts and Guides Camp 2024
દિવસ 1: kawant ટાઉન પોલીસના PSI અજયકુમાર ચૌહાણ અને તેમની બટાલિયન દ્વારા પોલીસ અધિકારીઓ દ્વારા વપરાતા હથિયારો પર સેશન.
Day 1: Session on weapons used by the police officers by PSI Ajaykumar Chauhan of Kawant Town police and his battalion.
ગુજરાત પ્રદેશ ગોલ્ડન જુબિલી સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024: ડોન બોસ્કો કાવંટ ખાતે ગેજેટ બનાવટ અને પ્રદર્શન.
Gujarat Region Golden jubilee Scouts and Guides Camp 2024: Gadgets Making and Exhibition at Don Bosco Kawant.
સેન્ટ જોન બોસ્કોની જીવન પરની સ્ટેમ્પ પ્રદર્શન: શ્રી રાકેશ પરમારના સંગ્રહનું પ્રદર્શન, ગુજરાત પ્રદેશમાં સેલેસિયન ઉપસ્થિતિના ગોલ્ડન જુબિલી અને સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024ના અવસરે ડોન બોસ્કો કાવંટ ખાતે યોજાયું.
Stamp exhibition on the life of St John Bosco: A collection of Mr. Rakesh Parmar on the occasion of the Golden jubilee of Salesian Presences in the Gujarat Region Scouts and guides camp 2024 at Don Bosco Kawant.
દિવસ 1: દરેક ટૂંપા માટે વોલન્ટિયર્સ અને બ્રધર્સ દ્વારા ગાંઠો અને લેશિંગ્સના સેશન.
Day 1 knots and Lashings session for each troop by the volunteers and brothers.
દિવસ 1: સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024
મિસ્સા
ઉદઘાટન સમારંભ
પરેડ (માર્ચ પાસ્ટ)
આઈસ બ્રેકર્સ
મુખ્ય મહેમાન: ફ્રે. એશ્લી મિરાંડા SDB, INB ના વાઈસ પ્રોવિન્શિયલ
માનનીય મહેમાન: ચૌહાણ સાહેબ PSI કાવંટ
વિશિષ્ટ ઉપસ્થિતિ: ગુજરાત પ્રદેશના રેક્ટર્સ, સેલેસિયન્સ, બહેનો, સ્કાઉટ માસ્ટર્સ અને ગાઇડ કેપ્ટન્સ
Day 1: Scouts and guides camp 2024
Mass, Inaugural function, March Past, Ice breakers, Chief Guest: Fr Ashley Miranda sdb Vice Provincial of INB, Guest of Honour Chauhan Sir PSI Kawant , Rectors of Gujarat Region, Salesians, Sisters, Scout Masters and Guide Captains
દિવસ 1: સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024 માં ફાધર શોન અને વોલન્ટિયર્સ સાથે બદલી સાથેનું B.P. સિક્સ વ્યાયામ.
Day 1 B P Six exercise with modification in Scouts and guides camp 2024 together with Fr Shaun Volunteers
તમામ તૈયારી પૂરી થઈ ગઈ છે ગુજરાત પ્રદેશમાં સેલેસિયન ઉપસ્થિતિઓના ગોલ્ડન જુબિલી સ્કાઉટ્સ અને ગાઇડ્સ કેમ્પ 2024 માટે.
All set for Golden jubilee of Salesian Presences in Gujarat Region Scouts and Guides Camp 2024.
GuRam ગોલ્ડન જુબિલી ઉજવણી સ્કાઉટ્સ અને ગાઇડ્સ કૅમ્પ 5મી નવેમ્બરથી 8મી નવેમ્બર 2024 દરમિયાન યોજાશે. કૅમ્પની તૈયારીઓ ચાલુ છે...
GuRaM Golden Jubilee celebration scouts n guides camp to be held from 5th Nov to 8th Nov 2024. Preparation for the camp is on...
ડોન બોસ્કો, કવાંટ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી.
“ત્રિરંગો હંમેશા ઊંચો ઉડતો રહે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!”
Independence Day Celebration at Don Bosco, KAWANT.
“May the tricolor always fly high. Happy Independence Day!"
"સંગીત એ અભિવ્યક્ત કરે છે જેને શબ્દોમાં મૂકી શકાતું નથી"
ડોન બોસ્કો, કવંત ખાતે દેશભક્તિ ગાયન સ્પર્ધા.
જ્યારે આપણે આપણા 78મા સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે ડોન બોસ્કો સ્કૂલ કવંતે આંતર-ગૃહ દેશભક્તિ ગાયન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ માત્ર તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે જ નહિ પરંતુ તેમની દેશભક્તિની ભાવના વ્યક્ત કરવા માટે પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.
“Music expresses that which cannot put into words”
PATRIOTIC SINGING COMPETITION AT DON BOSCO, KAWANT.
As we are gearing towards our 78th independence day, the Don Bosco school kawant had organised a inter-house patriotic singing competition. The students participated with great enthusiasm not only to display their talents but also to convey their spirit of patriotism.
“Your VIBE attracts your TRIBE”
INTERNATIONAL TRIBAL DAY 2024 - Celebration at Don Bosco kawant.
“Indigenous Youth as Agents of Change for Self-determination”
"તમારો VIBE તમારા જનજાતિને આકર્ષે છે"
ઇન્ટરનેશનલ ટ્રાઇબલ ડે 2024 - ડોન બોસ્કો કવંત ખાતે ઉજવણી.
"સ્વ-નિર્ધારણ માટે પરિવર્તનના એજન્ટ તરીકે સ્વદેશી યુવાનો"
અમારા રેક્ટર અને મેનેજરના જન્મદિવસની ઉજવણીના ઝલક: @mayankparmar682
હેપ્પી બર્થ ડે ફાધર માયંક. તમે સદા આશીર્વાદિત રહો!
GLIMPSES OF THE BIRTHDAY CELEBRATION OF OUR RECTOR AND MANAGER: @mayankparmar682
Happy Birthday Fr. Mayank. Stay blessed always!
આજે 27મી જુલાઇ 2024ના રોજ ડોન બોસ્કો હાઈસ્કુલ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) કવાંટના સ્ટાફ માટે પોક્સો એક્ટ 2012 ની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી. ફાધર મયંક દ્વારા ઉદાહરણ સાથે એક્ટની મહત્વની કલમો ને ppt presentation કરવામાં આવ્યું અને શિક્ષકો એ ધ્યાનમાં રાખવાની બાબતો ને વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.
On July 27, 2024, a comprehensive explanation of the POCSO Act 2012 was provided for the staff of Don Bosco High School (Gujarati and English Medium) Kavant. Father Mayank presented the important sections of the Act with examples in a PPT presentation, and the teachers were given detailed explanations of the points to keep in mind.
ડોન બોસ્કો હાઈસ્કૂલ, કવાંટ ખાતે મીટિંગ.
Parents meeting at Don Bosco high school, Kawant
ડોન બોસ્કો હાઈસ્કૂલ (અંગ્રેજી + ગુજરાતી માધ્યમ), કવાંટના સ્કૂલ કેપ્ટન અને વાઈસ કેપ્ટન, હાઉસ નેતાઓ માટેનો નેતૃત્વ તાલીમ સત્ર 4 જુલાઈ 2024ના રોજ ફાધર માયંક પાર્મર એસડીઓ દ્વારા યોજાયો.
Leadership training for the school captains and vice captains, house leaders of Don Bosco High school (ENG+GUJ Medium), Kawant, conducted by Fr Mayank Parmar SDB on July 4, 2024
📔 મત આપો અને બદલાવો લાવો 📔
ડોન બોસ્કો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓની કાઉન્સિલ 📚
📢 તમારી પાસે અવાજ છે
👨🏻💼 પ્રતિજ્ઞા લો
🎖 જુલાઈમાં મત આપો
📔VOTE MAKE A CHANGE 📔
Don Bosco High School Student Council 📚
📢You have a voice
👨🏻💼Make the pledge
🎖Vote on July
અમને ગર્વ છે અમારા ફૂટબોલ ટીમ પર, જે સબ્રોટો કપ 2024-25માં રાજ્ય સ્તરે Runner's Up રહી છે.
We are proud of our football team who are state level runner's up in subroto cup 2024-25
પ્રવેશોત્સવ 2024: નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ડોન બોસ્કો હાઈસ્કુલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળામાં આવેલા નવા બાળકોનો આવકાર અને સત્કાર સમારંભ જૂન 18, 2024 ના રોજ રાખવામાં આવ્યો હતો.
Welcome Ceremony 2024: At the beginning of the new academic session, a welcome and reception ceremony for the new students at Don Bosco High School (Gujarati and English Medium) was held on June 18, 2024.
આજે ડોન બોસ્કો હાઈસ્કુલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રથમ દિવસ: શાળામાં નવા નિમણુક પામેલ આચાર્ય ફાધર અજય, અંગ્રેજી માધ્યમના વાઇસ પ્રિન્સિપાલ દીકન આગ્નેલ, બ્રધર્ વિનસ અને શાળામાં નવા ભરતી પામેલા શિક્ષકો નીરવભાઈ અને દીપકભાઈ નો સ્વાગત સમારોહ આજે યોજવામાં આવ્યો. શાળાના મેનેજરે શાબ્દિક પરિચય અને સ્વાગત સાથે શાળાના શિક્ષકો અને માજી વિદ્યાર્થી સંઘ દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે ખેલમહા કુંભમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓને શર્ટફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
Today, at Don Bosco High School (Gujarati and English Medium), a welcome ceremony was held for the newly appointed Principal Father Ajay, Vice Principal of English Medium Deacon Agnel, Brother Vinus, and newly recruited teachers Niravbhai and Dipakbhai. The school manager introduced and welcomed them with a verbal introduction, and the school teachers and alumni association welcomed them with garlands and shawls. Additionally, students who won at the district level in the Sports Mahakumbh were awarded certificates and shirts.
ડોન બોસ્કો હાઈસ્કુલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય ફાધર Rixson અને સાથે ફરજ બજાવતા ફાધર લો લોરેન્સ અને brother Alan ની વિદાય સત્કાર કાર્યક્રમ 12મી એપ્રિલ 2024ના રોજ બાળકોની પરીક્ષા બાદ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા ના માજી વિદ્યાર્થી સંઘે પણ શાળા ના આચાર્યનો સત્કાર કર્યો હતો.
The farewell ceremony of Fr. Rixson Nigrel, principal of Don Bosco High School Gujarati and English Medium School, Fr. Lawrance Vincent and Br. Alan Manuel, was held on April 12, 2024, after the examination of the children. In which the school's Alumini union also honored the principal of the school.
Don Bosco English medium નો 6ઠો વાર્ષિકોત્સવ અને ડોન બોસ્કો હાઈસ્કુલ ગુજરાતી માધ્યમ કવાંટ નો 29મો વાર્ષિકોત્સવ 20મી ડીસમ્બર 2023ના રોજ ઉજવાઈ ગયો જેમાં શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને culture unites all ના શીર્ષક હેઠળ વિવિધ સંસ્કૃતિઓની ડાન્સ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.
The 6th Annual Day of Don Bosco English Medium and the 29th Annual Day of Don Bosco High School Gujarati Medium Kawant were celebrated on 20th December 2023 in which the bright stars of the school were honoured and dances of different cultures were exhibited by the students under the title of Culture Unites All.
On the occasion of Teacher's Day today on 5th September 2023, the President of the Ex-Students' Union and his delegation came to Don Bosco School Kawant and honored all the teachers with shawls and garlands which truly expressed the feelings of the student towards the Guru.
શિક્ષક દિન નિમિત્તે આજે 5મી સપ્ટેમ્બર 2023ના રોજ માજી વિદ્યાર્થી સંઘના પ્રમુખ અને તેમના પ્રતિનિધિ મંડળે ડોન બોસ્કો શાળા કવાંટમાં આવીને બધા જ શિક્ષક ગણને શાલ અને ફૂલહારથી સન્માનિત કર્યા હતા જે ખરેખર શિષ્યની ગુરુ પ્રત્યેની લાગણી વ્યક્ત થતી હતી.
A career guidance seminar was organized for the students studying in class 10 of Don Bosco Eng-Guj Medium School, in which Father Mayank gave in-depth information to the children about how to choose a career and what kind of courses they can go for. Children enthusiastically participated in the interesting seminar.
આજે 25મી ઓગસ્ટ 2023 ના રોજ ડોન બોસ્કો eng-guj medium શાળાના ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે કારકીર્દિ માર્ગ દર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ફાધર મયંક એ બાળકોને કારકિર્દી કેવી રીતે પસંદ કરવી અને કેવા પ્રકારના કૉર્સ મા જઇ શકાય તે અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. રસપ્રદ સેમિનારમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Investiture ceremony of school leaders for Don Bosco Gujarati medium and English medium school, Kawant was held on July 8, 2023. The chief guest was Mr. Nilkanth Rathwa, past pupil of the school and currently serving as SRP in Chotta udepur.
8 જુલાઈ, 2023 ના રોજ ડોન બોસ્કો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા, કવાંટ માટે શાળાના આગેવાનોનો રોકાણ સમારોહ. મુખ્ય અતિથિ શ્રી નીલકંઠ રાઠવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા અને હાલમાં છોટા ઉદેપુરમાં એસઆરપી તરીકે સેવા આપી રહ્યા હતા.
The Feast of St. Dominic Savio wascelebrated at Don Bosco Gujarati medium and English medium school, Kawant on July 6, 2023.
6 જુલાઈ, 2023ના રોજ ડોન બોસ્કો ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની શાળા, કવાંટ ખાતે સેન્ટ ડોમિનિક સેવિયોની ઉજવણી.
ડોન બોસ્કો શાળા કવાંટ દ્વારા કવાંટ એજ્યુકેશન સોસાયટીના નવા નિમણૂક પામેલા મેનેજર ફાધર મયંક પરમાર અને શાળા અને છાત્રાલય ખાતે નવા નિમણૂક પામેલ brother Alan Manuel નો સ્વાગત અને સત્કાર કાર્યક્રમ તારીખ 28મી જૂન 2023 ના રોજ શાળાના આચાર્ય ફાધર રિકસન, વ્યવસ્થાપક ફાધર shaun, શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ અને ઉપ પ્રમુખની હાજરીમાં કરવાંમાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન માઈકલ સરે કર્યું હતું.
Newly Appointed Manager of Kawant Education Society Father Mayank Parmar and newly Appointed Brother Alan Manuel were welcomed at Don Bosco School Kawant.The welcome and felicitation program was held on 28th June 2023 in the school by the Principal Fr Rixson, Manager Fr Shaun, Teachers, Students Friends, present at the program were also the President and Vice President of the Alumni Union. The program was moderated by Michael Sir.
PraveshUtsav 2023-2024
New beginnings are always beautiful... Celebrating study the Bosco way, welcoming our new students to the arena of Growing together with DON BOSCO
.નવી શરૂઆત હંમેશા સુંદર હોય છે... બોસ્કો રીતે અભ્યાસની ઉજવણી કરી રહ્યા છીએ, અમારા નવા વિદ્યાર્થીઓને ડોન બોસ્કો સાથે મળીને ગ્રોઇંગના મેદાનમાં આવકારીએ છીએ